E-FIR વિષયક જાગૃતિ કાર્યક્રમ:કપડવંજમાં ખેડા જિલ્લા પોલીસ દ્વારા ઈ-એફઆઈઆર અંગે કેમ્પઈન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું

કપડવંજ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ​​​કૉલેજના વિદ્યાર્થીઓ અને સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા

ગુજરાત રાજ્યની અનોખી પહેલ એવા ઇ-એફ.આઈ.આર એપ વિષયક માહિતી છેવાડાના લોકો સુધી પહોંચે અને લોકો તેનો સરળતાથી ઉપયોગ કરી શકે એ માટે સરકાર અને જાગૃત લોકો દ્વારા જાગૃતિના પ્રયાસો થઈ રહ્યા છે. ત્યારે કપડવંજ કેળવણી મંડળ સંચાલિત શાહ કે.એસ.આર્ટ્સ એન્ડ વી.એમ.પારેખ કોમર્સ કોલેજ, કપડવંજમાં ખેડા જિલ્લા પોલીસ દ્વારા ઈ-એફઆઈઆર અંગે કેમ્પઈન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું.

કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનના પી.આઇ. એ.આર.ચૌધરી ઉપસ્થિતિમાં કાર્યક્રમની રૂપરેખા રજૂ કરાઈ હતી. ત્યાર બાદ ઉપસ્થિત પોલીસ અધિકારીઓ દ્વારા કૉલેજના વિદ્યાર્થી ભાઈ બહેનોને ઈ-એફ.આઈ.આર અંગે ક્યુ.આર કોડ સ્ટેન્ડી દ્વારા સીટીઝન પોર્ટલ એપ્લિકેશન ડાઉનલોડ કરાવવામાં આવી હતી. તથા પોલીસની કામગીરી અંગેના બે વિડીયો અને ઈ -એફ.આઈ.આર અંગે પ્રેઝન્ટેશન રજૂ કરી વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત રહેલા નડિયાદ વિભાગના નાયબ પોલીસ અધિક્ષકશ્રી બિમલ બાજપાઈએ ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે, "હવેથી વાહનચોરી અને મોબાઈલ ચોરી અંગે આગળીના વેઢે એફ.આઈ.આર થઈ શકે છે. જેના માટે પોલીસ મથકે આવવાની જરૂર નહીં રહે અને અડતાલીસ કલાકમાં પોલીસ એની કાર્યવાહી કરી શકે. " ઉપરાંત, વિદ્યાર્થીઓને આ પહેલ વિષયક કોઈ સવાલ હોય તો તેના માટે પ્રશ્નોત્તરી પણ કરવામાં આવી હતી. જેથી વધારે જાણકારી મેળવી શકે. આમ જનતામાં આ બાબતે જાગૃતિ લાવવા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...