જન્મ દિવસની અનોખી ઉજવણી:લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રીકટ 323 એફ.વનની ટીમો દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું

કપડવંજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 323 એફ વનની તમામ લાયન્સ કલબો દ્વારા પૂર્વ ગવર્નર અને ઇન્ટરનેશનલ ડાયરેક્ટર એન્ડ્રોસી એમ.જે.એફ લાયન રમેશભાઈ પ્રજાપતિના જન્મદિવસ નિમિત્તે અનોખા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું. તમામ રક્તદાતાઓને આકર્ષક તેમજ ઉપયોગી ગિફ્ટ આપવામાં આવી હતી. લાયન્સ ક્લબ કપડવંજ અને વડોદરાની ગોરવા ક્લબના સંયુક્ત ઉપક્રમે સી.આર.પરીખ બ્લડ બેન્ક કપડવંજ ખાતે રક્તદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પને સફળ બનાવવા લાયન્સ ક્લબ કપડવંજના પ્રમુખ નિમેશ સિંહ જામ, મંત્રી શાંતિલાલ પ્રજાપતિ, પૂર્વ ગવર્નર પુનિત ભટ્ટ, ડિસ્ટ્રિક્ટ ચેરમેન કીર્તન પરીખ, જે.ડી પટેલ, ડિસ્ટ્રિક્ટિ લીઓ પ્રેસિડેન્ટ રાઘવ દવે તથા લીઓ ઉમ્મીદ પ્રમુખ આરતી દવે વડોદરા કલમના પ્રમુખ નેહલ ડાભી તથા મંત્રી નરેશ પટેલ બ્લડબેન્ક મેડિકલ ઓફિસર મનુભાઈ ગઢવી ટેકનીશીયન રાહુલ પરમાર મેઘાબેન શાહ તથા સમગ્ર સ્ટાફ દ્વારા પ્રશંસનીય સહયોગ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે લાયન્સ ક્લબ બરોડા ગોરવા તરફથી કેતનભાઈ તથા પ્રવીણ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...