કપડવંજના વિદ્યાર્થીએ બોક્સિંગમાં બાજી મારી:બી.એડ કૉલેજનો તાલીમાર્થી આંતર કોલેજ બોક્સિંગ સ્પર્ધામાં 60 કિલો વજનના ગ્રુપમાં વિજેતા

કપડવંજએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કપડવંજની બી.એડ કોલેજના તાલીમાર્થીએ આંતર કોલેજ બોક્સિંગ સ્પર્ધામાં 60 કિલો વજનના ગ્રુપમાં ભાગ લઈ પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આ સફળતા માટે કપડવંજ કેળવણી મંડળ તેમજ બી.એડ. કૉલેજના પ્રિન્સિપાલ અને સમગ્ર સ્ટાફગણ દ્વારા અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

કપડવંજના તાલીમાર્થીએ બોક્સિંગ સ્પર્ધામાં બાજી મારી
શ્રીમતી શાંતાબેન કંચનલાલ શાહ (ચ્હાવાળા) કૉલેજ ઓફ એજ્યુકેશન, કપડવંજના તાલીમાર્થીએ બોક્સિંગમાં બાજી મારી છે. સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા આર્ટ્સ એન્ડ સાયન્સ કૉલેજ-પેટલાદ ખાતે યોજાયેલી આંતર કૉલેજ બોક્સિંગ સ્પર્ધામાં કપડવંજ કેળવણી મંડળ, કપડવંજ સંચાલિત શ્રીમતી શાંતાબેન કંચનલાલ શાહ (ચ્હા વાળા) કૉલેજ ઓફ એજ્યુકેશનમાં સેમ-1માં અભ્યાસ કરતા નિમેષ એમ. મકવાણાએ 60 કિલો વજનના ગ્રુપમાં ભાગ લીધો હતો. જેમાં તેણે જબરજસ્ત પરફોર્મન્સ આપતા પોતાને મળેલી ત્રણેય ફાઇટમાં નોક આઉટ વિજેતા થઇ સરદાર પટેલ યુનિવર્સિટીમાં બોક્સિંગ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આ ઝળહળતી સફળતા બદલ કપડવંજ કેળવણી મંડળ તેમજ બી.એડ. કૉલેજના પ્રિન્સિપાલ અને સમગ્ર સ્ટાફગણ દ્વારા અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...