આત્મહત્યા કરવાનો પ્રયાસ:કપડવંજના લાડવેલ પાસેની કેનાલમાં પડતું મુકવા જતી 60 વર્ષિય વૃદ્ધાને STના કંડકટરે દોડીને બચાવી લીધી

કપડવંજ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 181 મહિલા હેલ્પલાઇન અભયમે કાઉન્સેલિંગ કરી મામલો થાળે પાડયો હતો
  • આત્મહત્યાનો પ્રયાસ કરનાર મહિલાના પ્રશ્નોનુ સમાધાન કરી પરિવારને સોંપવામાં આવ્યા હતા

કપડવંજ તરફના રોડ પર આવેલ લાડવેલ કેનાલ પાસે 60 વર્ષીય મહિલા આત્મહત્યા કરવા જતા એસટી કંન્ડકટરે જીવ બચાવ્યો છે. મહિલા બસમાંથી ઉતરી કેનાલ તરફ આત્મહત્યા કરવા જતા કંન્ડકટરનુ ધ્યાન જતા મહિલાને બચાવી લેવાયા હતા. બનાવની જાણ મહિલા હેલ્પલાઇન 181 અભયમને કરતા ટીમ સ્થળ પર પહોચી મહિલાનુ કાઉન્સેલિંગ કરી સમગ્ર બનાવની માહિતી મેળવી હતી. મહિલાને પરિવાર સાથે મિલન કરાવી મામલો થાળે પાડી પરિવારને સોંપવામાં આવ્યા છે.

આત્મહત્યા કરવા જતી મહિલાનો બસના કંન્ડકટરે જીવ બચાવ્યો
લાડવેલ પાસે આવેલ કેનાલમાં 60 વર્ષીય આસરાની એક મહિલા આત્મહત્યા કરવા જતા બસના કંન્ડકટરે જીવ બચાવ્યો હતો. બસ બસસ્ટોપ પર ઉભી રહેતા બસના મૂસાફરો ઉતરી જતા હતા. તે સમયે બસમાંથી ઉતરેલ એક મહિલા બસસ્ટોપ નજીક આવેલ કેનાલ તરફ આત્મહત્યા કરવા જતા કંન્ડકટરનુ ધ્યાન ગયુ હતુ. જેથી તેઓ તે તરફ દોડી જઇ મહિલાનો જીવ બચાવ્યો હતો.

મહિલાના ઘરમા કોઇ કામકાજ બાબતે ઝઘડો થયો હતો
આ બાદ મહિલાને પરત બસમાં બેસાડી સહી સલામત રીતે કપડવંજ બસસ્ટેન્ડમાં લાવવામાં આવ્યા હતા.​​​​​​​ બીજી તરફ બનાવની જાણ 181 મહિલા હેલ્પલાઇનને કરતા ટીમ પણ સ્થળ પર પહોંચી મહિલાનુ કાઉન્સેલિંગ કરતા મહિલાના ઘરમા કોઇ કામકાજ બાબતે ઝઘડો થયો હતો, જેથી તેઓ તેમના ઘરે થી કોઇને કોઇ પણ પ્રકારની જાણ કર્યા વગર નીકળી ગયા હતા.

મહિલાનુ પરિવાર સાથે મિલન કરાવી પ્રશ્નોનુ સમાધાન કરાવ્યું
તેઓ બસમાં બેસી બસનુ સ્ટોપ આવતા તેઓ ઉતરી કેનાલ પાસે જઈને આત્મહત્યા કરવાની કોશિશ કરતા બસના કંન્ડકટરે તેમનો જીવ બચાવ્યો હોવાનું જણાવ્યુ હતુ. મહિલા હેલ્પલાઇન અભયમ ટીમ મહિલાની સમગ્ર સમસ્યા વિશેની જાણકારી મેળવી મહિલાના ઘરે લઇ જવામાં આવી હતી.જ્યા મહિલાનુ પરિવાર સાથે મિલન કરાવી મહિલાના પ્રશ્નોનુ સમાધાન કરી સોંપવામાં આવ્યા હતા. આમ જીસીઆરટીના જાગૃત સ્ટાફ અને 181 મહિલા હેલ્પ લાઇનની સરાહનીય કામગીરીથી એક મહિલાનો જીવ બચાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...