કાર્યવાહી:કપડવંજમાં 17 વર્ષીય યુવતીએ ગળેફાંસો ખાધો

કપડવંજ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પોલીસે FSL ટીમ બોલાવી પુરાવા મેળવ્યાં

કપડવંજની એક સોસાયટીમાં રહેતી 17 વર્ષીય યુવતીએ કોઇ અગમ્ય કારણોસર તેના ઘરે ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું છે. આ બનાવ અંગે મળતી વિગતો અનુસાર કપડવંજ શહેરમાં રહેતી સત્તર વર્ષીય યુવતીએ સવારે તેના ઘરે પંખાને દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ લેતા મૃત્યુ નિપજયુ હતુ. આ બનાવ અંગે જે. બી. મહેતા હોસ્પિટલના તબીબી અધિકારી કપડવંજ ટાઉન પોલીસને જાણ કરતા પોલીસ ટીમે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે પોલીસનો સંપર્ક કરતા તેમણે જણાવ્યુ હતુ કે મૃત્યુનુ ચોક્કસ કારણ જાણવા માટે હોસ્પિટલના પેનલ ડોક્ટર પાસે પીએમ કરવાની કાર્યવાહી શરૂ છે. તેમજ બનાવ સ્થળે એફએસએલ ટીમને બોલાવી પુરાવા મેળવી તપાસ શરૂ કરાઇ છે. વધુમાં યુવતીએ આત્મહત્યા કરવા માટે પરિવારના કોઇ સભ્ય કે અન્ય કોઈ વ્યક્તિ દ્વારા દુષ્પ્રેરણા કરવામાં આવી છે કે કેમ તે અંગે પોલીસે તપાસ હાથ છે.

અન્ય સમાચારો પણ છે...