અનેક ગામોના કામો અટકશે!:કપડવંજ તાલુકાની 102 ગ્રામ પંચાયતોના 88 વીસીઇ કર્મીઓ માંગણીઓ ન સંતોષાતા હડતાલ પર જશે

કપડવંજ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

કપડવંજ તાલુકાના ગ્રામ પંચાયત કોમ્પ્યુટર સાહસિક (ઓપરેટર) મંડળ દ્વારા આજરોજ તેઓની માંગણીઓ ન સંતોષાતા કપડવંજ તાલુકા વીસીઇ મંડળના પ્રમુખ યોગેશ પટેલ અને સાથી સભ્યો સાથે તાલુકા વિકાસ અધિકારી, પ્રાંત ઓફિસ અને મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ગુજરાત રાજ્ય ગ્રામ પંચાયત વીસીઈ મંડળ દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત 2016થી કરવામાં આવેલ છે.

મુખ્યમંત્રી કાર્યાલય તેમજ પંચાયત વિભાગને વારંવાર રજૂઆતો કરતા છતા પણ નિર્ણય ન થતા 21- 10- 2021ના રોજથી અચોક્કસ મુદત અંગેની હડતાળ કરવાના હતા. જેમાં સરકાર તરફથી બાંહેધરી મળતા મોકુફ રાખવામાં આવેલ હતી. તારીખ 4-5-22ના રોજ પંચાયત મંત્રી સાથેની બેઠક કરવામાં આવેલ જેમાં પંચાયત મંત્રીએ કમિટી બનાવી તમામ માંગણીઓ બાબતે નિરાકરણ કરીશું તેવી ખાતરી આપેલ હતી.

પંચાયત મંત્રીએ કમિટી બનાવી ત્રણ મહિના થયા છતાં હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. છેલ્લા 16 વર્ષથી ગુજરાત સરકાર તથા ભારત સરકારની તમામ સરકારી યોજનાઓનું કામ કરીએ છીએ સંપૂર્ણ કામગીરી સરકારી કરી રહ્યા છીએ. તેમ છતાં ગુજરાત સરકાર દ્વારા ન્યાય આપવામાં આવતો નથી. ગુજરાત સરકારે આપેલ બાહેધરીનો અમલ ન થતાં સ્થગીત કરેલ હડતાલ તારીખ 8- 9-2022ના રોજથી અચોક્કસ મુદતની હડતાલ કરીશું તેવું કપડવંજ તાલુકા વિશે મંડળના પ્રમુખ યોગેશભાઈ પટેલે હુંકાર કર્યો હતો. કપડવંજ તાલુકામાં 102 ગ્રામ પંચાયતો આવેલી છે અને 88 જેટલા વીસીઈ કર્મચારીઓ છે. હડતાલના પગલે ગ્રામજનોના કામો અટવાશે અને લોકોને હાલાકી પડશે તેવું હાલ તો દેખાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...