ભાસ્કર વિશેષ:કપડવંજની 8 વર્ષીય જાન્યાનો ભારતીય છાત્રોની સહાય માટે યુએસમાં 333 કીમીનો સાઇકલ પ્રવાસ

કપડવંજ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 5100 ફૂટ ઉંચો જોખમી પ્રવાસ 18 કલાક 20 મિનિટમાં પૂર્ણ કરી રૂ.1 લાખ ફંડ એકત્ર કર્યુ

કપડવંજના વતની અને હાલ અમેરિકા ખાતે રહેતા પાર્થિક તેલીની પુત્રી જાન્યાએ ભારતના વિદ્યાર્થીઓને શિક્ષણમાં આર્થિક સહાય થાય તે હેતુ થી અમેરિકા ખાતે 333 કિલોમીટરનો અટપટો જોખમ કારક સાઇકલ પ્રવાસ પૂર્ણ કર્યો હતો. શિક્ષણ માટે સાહસ અને સિદ્ધિ હાંસલ કરનાર જાન્યાએ દેશપ્રેમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

કપડવંજના જાણીતા મુકુંદભાઈ હરજીવનદાસ તેલી શ્ર્રોફની પેઢીવાળા પ્રદીપભાઈ તેલીની માત્ર આઠ વર્ષની પૌત્રી જાન્યાએ ભારતના વિદ્યાર્થીઓને શિક્ષણમાં આર્થિક સહાય કરવા માટે અમેરિકામાં ધનરાશિ એકત્ર કરવા માટે સીએટલથી પોર્ટલેન્ડ(STP)નો 333 કિલોમીટરનો અટપટો ભારે ઉતાર-ચઢાવ વાળો, જોખમકારક વળાંકવાળો સાયકલ પ્રવાસ 18 કલાક અને 20 મિનિટમાં પૂરો કર્યો હતો. શિક્ષણ માટે આ પ્રકારનું કાર્ય કરનારી જાન્યા કદાચ સૌથી નાની ઉંમરની બાળા છે જેણે 5100 ફીટ ઊંચાઈવાળો સાયકલ પ્રવાસ પૂર્ણ કર્યો હતો.

સાયકલ પ્રવાસ દરમિયાન એકઠા કરેલ રૂપિયા એક લાખ ભારતની દીકરીઓને અભ્યાસમાં મદદ કરતી સંસ્થા આશા ફાઉન્ડેશનમાં મોકલવામાં આવશે. વિદેશમાં રહીને ભારતની સંસ્કૃતિને લોકો ભૂલી જાય છે, ત્યારે છેલ્લા 20 વર્ષથી અમેરિકામાં રહેતા પાર્થિક તેલી અને અંકિતાબહેન જેવા માતા-પિતાએ સંસ્કારો અને ભારત પ્રત્યેનો લગાવ જાળવી રાખ્યો હતો. સાથે સંતાનમાં પણ દયા, પ્રેમ, લાગણી, સાહસ, સંઘર્ષ જેવા સંસ્કારોનું સિંચન કરી સૌના માટે પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

માતા પિતાએ કરેલ પ્રવાસથી મળી સાઇકલ પ્રવાસની પ્રેરણા
અમેરિકામાં સીએટલમાં ક્રીક સાઈડ એલિમેન્ટરી સ્કૂલમાં ધોરણ-2 માં અભ્યાસ કરતી જાન્યાના પિતા પાર્થિકભાઇ તથા માતા અંકીતાબેનએ આ પ્રવાસ 2017-18માં કર્યો હતો. તેમાંથી પ્રેરણા લઈને જાન્યાએ પણ આ સાહસ કરવાનો નિશ્ચય કર્યો હતો. માતા-પિતાની પ્રેરણા અને પ્રોત્સાહન સાથે જાન્યા આવા ચઢાણવાળા રસ્તા પર ટૂંકા સાયકલ પ્રવાસની તાલીમ લીધા બાદ દ્રઢ નિશ્ચય સાથે આ પ્રવાસ પર પૂર્ણ કર્યો હતો. આ ઉપરાંત જાન્યા એથ્લેટીક અને સ્વિમિંગ પણ સુંદર રીતે કરી જાણે છે.

અન્ય સમાચારો પણ છે...