કપડવંજના છ સાહસિક યુવાનોના સમૂહે ઉત્તરાખંડના 12,500 ફૂટની ઊંચાઈએ આવેલા કેદારકંઠા શિખર સર કર્યો હતો. કપરા ચઢાણ, સાંકળી જોખમી પગદંડી અને બર્ફીલા રસ્તાનો સામનો કરી ઉત્તરાખંડના કેદારકંઠા શિખર પર છ મિત્રોએ પહોંચ્યા હતા.
કપડવંજના રીકુલ પટેલ, રોનક પટેલ, સ્મિત પટેલ, કવન પટેલ, અંકુર પટેલ અને સાનિધ્ય પટેલની બનેલી ટીમે દ્રઢ નિશ્ચય, હિંમત અને સાહસ માટેના જુસ્સા સાથે આ પડકારજનક પ્રવાસની શરૂઆત કરી હતી. કેદારકંઠા પીકએ ભારતના ઉત્તરાખંડમાં સ્થિત એક લોકપ્રિય ટ્રેકિંગ સ્થળ છે, જે તેની મનોહર સુંદરતા, પડકારરૂપ ભૂપ્રદેશ અને અણધારી હવામાન પરિસ્થિતિઓ માટે જાણીતું છે. ટીમે સાંકરી ગામથી તેમનો પ્રવાસ શરૂ કર્યો હતો. ટીમને બેહદ ચડાણ, સાંકડી જોખમી પગદંડી અને બર્ફીલા રસ્તાઓનો સામનો કરવો પડ્યો હતો.
દ્રઢતા અને ટીમ વર્ક સાથે તેઓ અવરોધોમાંથી પસાર થઈને તેમના ટ્રેકના ત્રીજા દિવસે શિખર પર પહોંચ્યાં હતાં. ટીમના સભ્યોમાંના રિકુલ અને રોનકએ આ સિદ્ધિ વિશે પ્રવાસનું વર્ણન કરતા જણાવ્યું હતું કે તે એક પડકારજનક ટ્રેક હતો, પરંતુ શિખર પર પહોંચવાની અનુભૂતિ અવિશ્વસનીય હતી. અમે રસ્તામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો, પરંતુ સપોર્ટ અને એકબીજાના પ્રોત્સાહને અમને આગળ ધપાવતા રાખ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.