કપડવંજમાં વરસાદી માહોલ:ત્રણ કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબકતાં અનેક વિસ્તારોમાં ભરાયા પાણી, સીઝનનો કુલ 582 મી.મી. વરસાદ નોંધાયો

કપડવંજ4 દિવસ પહેલા
  • કપડવંજની આજુબાજુના 7 કિમિ વિસ્તારમાં વરસાદ નહિવત

કપડવંજમાં છેલ્લા ઘણા સમયથી વરસાદે જાણે વિરામ લીધો હોય એમ ક્યાંક ક્યાંક વાદળ છાયા વાતાવરણ ઉપરાંત તડકો પણ જોવા મળતો હતો. પણ આજ રોજ અચાનક 10 વાગ્યાના સુમારે વાતાવરણમાં પલટો થતાં જ વરસાદ પડવાનો શરૂ થઈ ગયો હતો.

ત્રણ કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો
આજ રોજ સવારથી જ કપડવંજ વિસ્તારમાં વરસાદી વાતાવરણ થતાં સવારે 10 વાગ્યાની આસપાસ વરસાદ શરૂ થયો હતો. જે દોઢ વાગ્યાની આસપાસના સમયમાં 3 ઇંચ જેટલો નોંધાયો હતો. જેથી બે ત્રણ કલાક જ વરસાદ ચાલુ રહેતા કપડવંજમાં પાણી પાણી કરી દીધું હતું. જેના પગલે લોકોને વરસાદી સંતોષ થયો હતો. તો કપડવંજ શહેરના અનેક વિસ્તારો જેવાકે કપડવંજ મુખ્ય બજાર, શિલ્પા કૉ.ઓ.હા. સોસાયટી, ગવર્નમેન્ટ પોલીટેક્નિકના મેદાનમાં સહિતના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. વરસાદના કારણે દુકાનદારો અને બજારમાં આવેલા વેપારીઓને અચાનક વરસાદ પડતાં વરસાદમાં પલાળવાથી થોડી ઘણી હાલાકી ઉભી થઇ હતી.

આવનાર દિવસોમાં વધુ સારો વરસાદ પડશે એવી આશા
અત્રે નોંધનીય છે કે આજ રોજ પડેલ આ વરસાદ કપડવંજના પૂર્વ ગાળાને અસર નહોતી કરી. કપડવંજથી અંદાજીત 7 કિમિના ગાળામાં એટલે કે ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ન નોંધાયાની માહિતી મળી હતી. ઉપરાંત કપડવંજ વિસ્તારમાં 3 ઇંચ વરસાદ પડતાં આગામી સમયમાં વધુ સારો વરસાદ પડે તેવી આશા બંધાઈ છે. આમ સવારથી લઈ અત્યાર સુધી કુલ 76 મી.મી. એટલે કે લગભગ 3 ઇંચ વરસાદ નોંધાયો છે. ત્યારે અગાઉનો વરસાદ અને આજ રોજનો વરસાદ જોઈએ તો અત્યાર સુધી 582 મી.મી. કુલ વરસાદ નોંધાયેલ જાણવા મળે છે. ત્યારે આવનાર દિવસોમાં વધુ સારો વરસાદ પડશે એવી આશા લોકોએ વ્યક્ત કરી છે.

અન્ય સમાચારો પણ છે...