"અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી’ આ ઉક્તિ અનુસાર કપડવંજ તાલુકાના આંબલીયાળા ગામના યુવક કે જે ખાનગી કંપનીમાં જોબ કરી મહિને બે લાખ રૂપિયા જેટલો માતબર પગાર મેળવતા યુવકના જીવનમાં એકદમ વળાંક આવ્યો, અને આ યુવકને સ્વરપેટીનું ચોથા સ્ટેજનું કેન્સર થતાં સ્વરપેટી કાઢી નાખવી પડી. પરંતુ મક્કમ મન અને પિતાની હુંફના કારણે તેમણે ઉપચારના એક વર્ષ બાદ કપડવંજ તાલુકાના મીરાપુર ગામે ઓર્ગેનિક ખેતીની શરૂઆત કરી. કેન્સર જેવી બિમારીમાંથી ગુજરી ચુકેલા યુવાને લોકોને ઝેર મુક્ત ખોરાક મળે તે માટે પ્રયાસ શરૂ કર્યા.જૂન 2021થી ઓર્ગેનિક ખેતી શરૂ કરી ઝેર મુક્ત ખોરાક લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
કપડવંજ તાલુકાના આંબલીયાળા ગામના વતની અને રાજકોટ ખાતે ખાનગી કંપનીમાં જોબ કરતા તુષારભાઈ ગોરધનભાઈ પટેલ ઉંમર 40 જેઓના હાથ નીચે 150 માણસોની ટીમ હતી. તેઓ ઓપરેશન હેડ તરીકે ફરજ બજાવતા હતા. આશરે બે વર્ષ પહેલા સ્વરપેટીનું કેન્સર થયુ હતુ, કેન્સરનો ભોગ બનવાનું એક પ્રબળ કારણ રાસાયણિક ખાતર અને પેસ્ટીસાઈઝ થી યુક્ત ખોરાક હોય છે. જેથી સારવાર દરમિયાન તેમણે લોકોને ઝેર મુક્ત ખોરાક આપવાના સંકલ્પ સાથે જૂન 2021થી ઓર્ગેનિક ખેતીનો આરંભ કર્યો. ચાલુ સાલે લાલ તડબૂચ, પીળું તડબૂચ અને શક્કરટેટીનું મબલખ ઉત્પાદન કરીને બીજા ખેડૂતો માટે પ્રેરણારૂપ વાવેતર કરી ઉદાહરણ પૂરું પાડ્યું. તે
ઓના પિતા ગોરધનભાઈ પટેલ કે જે આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં ખેતી મદદનીશ તરીકે ફરજ બજાવતા હતા. જે હાલ રિટાયર્ડ હોઈ પુત્ર સાથે ખેતી કામમાં જોતરાયા. પિતાના માર્ગદર્શન અને હુંફના સહારે 25 વીઘા માં પપૈયા અને 7 એકરમાં ફુલ 100 થી વધુ ટન લાલ તરબૂચ, પીળુ તડબૂચ અને શક્કરટેટીનું ઓર્ગેનિક પદ્ધતિથી મબલખ ઉત્પાદન કર્યું છે.
મેટ્રોસિટીના ડિસ્ટ્રીબ્યુટર ખેતરેથી માલ લઈ જાય છે
એક ટનનો ભાવ અંદાજે 15 હજાર જેટલો આવે છે. અને આ તમામ ઉપજનું વેચાણ મેટ્રો સીટીના ડિસ્ટ્રીબ્યુટર સ્થળ ઉપરથી માલ લઈ જાય છે. ઓર્ગેનિક ખાતર દેશી ગાયનું છાણ, ગૌમુત્ર, છાશ, કોળુ, બીટ, દેશી ગોળ, શકરીયા, વગેરેની એક મોટા પીપમાં રાખી પછી 50 દિવસ પછી આમાંથી જે ખાતર બને તેનો ઉપયોગ મારા ખેતરમાં કર્યો હતો. - તુષારભાઇ પટેલ, ખેડૂત.
ઓર્ગેનિક ખાતરથી જમીનને જીવંત કરવા અનુરોધ
કેમિકલના ઉપયોગથી ખેતરની જમીન મૃતપાય અવસ્થામાં જતી રહે છે. તેને બદલે ઓર્ગેનીક ખાતરનો ઉપયોગ કરી જમીનને જીવંત કરવા ખેડુતે અનુરોધ કર્યો છે. તેઓએ જણાવ્યું હતું કે આગામી સમયમાં ખેડૂતોને ઓર્ગેનિક ખેતી તરફ વળવું પડશે. કપડવંજ તાલુકાના 150થી વધુ ખેડૂતો આ સ્થળ ઉપર ખેડૂત શિબિરનું આયોજન કરી ઝેર મુક્ત ખોરાક ઉત્પાદિત કરવા તુષારભાઈ પટેલે અનુરોધ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.