120 કપડવંજ/કઠલાલ વિધાનસભામાં ભાજપ, કોંગ્રેસ, આપ વચ્ચે ત્રિ-પાંખિયા જંગની ચૂંટણી કપડવંજ પંથકમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ત્યારે, GGPના ઉમેદવારે ઉમેદવારી નોંધાવી હતી. એવામાં આજરોજ કપડવંજ તાલુકાના VCE મંડળના પ્રમુખ યોગેશ પટેલે ઉમેદવારી પત્ર ભર્યું હતું. ના જ્ઞાતિવાદ ના જાતિવાદના બેનર હેઠળ ચૂંટણી લડવાનો નીર્ધાર તેમના દ્વારા કરવામાં આવ્યો છે.
ના જ્ઞાતિવાદ, ના જાતિવાદના બેનર હેઠળ ચૂંટણી લડવાનો નીર્ધાર
આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, આજે અમે કપડવંજ અને કઠલાલ તાલુકાના VCE મંડળના ભાઈઓ બધા સાથે મળીને નિર્ણય કરવામાં આવ્યો કે, આપણે અપક્ષમાં ઉમેદવારી કરીએ. સાથે મારા સવાસો કડવા પાટીદાર અગ્રણી વડીલોના આશીર્વાદ અને અમારા VCE પરિવાર જે ગામડે ગામડે કામગીરી કરે છે, તે લોકોના સાથ અને સહકારથી કપડવંજ પ્રાંત કચેરી ખાતે અપક્ષમાં ઉમેદવારી નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.