AAPના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા:120 કાપડવંજ વિધાનસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર કાળુસિંહ ડાભીના કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું

કપડવંજ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

120 કપડવંજ વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર કાળુસિંહ ડાભીના શહેર કાર્યાલયનું આજ રોજ ઉદ્ઘાટન એઆઈસીસીના સેક્રેટરી ઉષા નાયડુએ કર્યું હતું. આ પ્રસંગે એઆઈસીસીના પ્રભારી જાવેદ અન્સારી ઉપસ્થિત રહ્યા હતા.

લઘુમતી સમાજના અગ્રણીઓ કોંગ્રેસમાં જોડાયા
આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના ખેડા જિલ્લાના જોઈન્ટ સેક્રેટરી નરેન્દ્ર પરમાર, આમ આદમી પાર્ટી ખેડા જિલ્લાના ઇન્ચાર્જ અને કઠલાલ તાલુકાના બગડોલના પૂર્વ સરપંચ મહેન્દ્રસિંહ ઝાલા સહિતના અંદાજે 500થી વધુ કાર્યકરો ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા નિયુક્ત મધ્ય ગુજરાત ઝોનના પ્રભારી ઉષા નાયડુજી તેમજ કપડવંજ કઠલાલ ધારાસભ્ય કાળુસિંહ ડાભીના હસ્તે કોંગ્રેસનો ખેસ પહેરી જોડાયા હોવાની માહિતી મળી છે. તેમજ કોંગ્રેસ લઘુમતી સેલના ઈલમુદ્દ્દીન કાજીના માર્ગદર્શન હેઠળ અપક્ષ ઉમેદવાર ફિરોજ ખાન પઠાણે કોંગ્રેસને પોતાનો ટેકો જાહેર કર્યો હતો અને લઘુમતી સમાજના અગ્રણીઓ પણ કોંગ્રેસમાં જોડાયા હતા.

મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યાં
​​​​​​​
આ પ્રસંગે એઆઈસીસીના જાવેદ અન્સારી, જિલ્લા કોંગ્રેસ સમિતિના મંત્રી જીગીશા પરમાર, શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ હંસાબેન રાઠોડ, નલીન રાઠોડ, તુલસી પટેલ, રાજુ પટેલ, ઇન્દ્રજીતસિંહ ચૌહાણ, ધર્મેન્દ્ર પરમાર સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કપડવંજ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ રંગીતસિંહ પરમાર અને કઠલાલ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખે સ્વાગત પ્રવચન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કપડવંજ તાલુકા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ એમ.ટી. ઝાલાએ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...