કપડવંજના ભુંગળિયા વરાસી નદી પર આવેલ ચેકડેમ માં ઉપરવાસમાં થયેલ ભારે વરસાદને પગલે ડેમમાં 2500 ક્યુસેક પાણીની આવક ઉભી થઈ હતી. પરંતુ ડેમમાં પાણીની આવક થવાથી રુલ લેવલ જાળવવા માટે 1000 ક્યુસેક પાણી બપોર ડેમના બે દરવાજા એક ફૂટ સુધી ખોલી છોડવામાં આવ્યું હતું.
નદીમાં પાણી છોડવામાં આવતા પૂર્વે નદીકાંઠાના 10 ગામને એલર્ટ આપી દેવામાં આવ્યા હતા. જેથી કાંઠાગાળાના તેમજ નદી વિસ્તારમાં વસવાટ કરતા લોકોને નદીમાં પાણી આવવાને પગલે સાવચેત રહેવા ગ્રામ પંચાયતના સરપંચોને સૂચન કરી દેવામાં આવ્યા હતા. જ્યારે કપડવંજ પાસેથી જ પસાર થતી વરાસી નદીની સાથે મહોર નદીમાં પણ નવા નીર આવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.