ગળતેશ્વરના લાલાના મુવાળાથી વસો જતા માર્ગની જર્જરિત હાલત થઇ હતી. જેને લઇ રસ્તેથી પસાર થતા વાહનચાલકોને હાલાકી વેઠવાની વારી આવી હતી ઉપરાતં માર્ગ સાંકળો હોવાને કારણે મોટા વાહનો પસાર થઇ શકતા નથી. જેને લઇ રસ્તો નવો બનાવાની માંગ ઉઠી છે.
ગળતેશ્વર તાલુકામાં આવેલ લાલાના મુવાળાથી વસો જતો માર્ગ જે આશરે પાંચ વર્ષથી વધારે સમય પહેલા બનાવામાં આવ્યો હતો. જે હાલમાં બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. રસ્તામાં ઠેરઠેર ખાડાઓ અને કપચી બહાર નીકળી આવી હતી. જેને લઇ વાહનચાલકોને હાલાકી વેઠવાની વારી આવી હતી.
ઉપરાંત આ માર્ગ પરથી જરગાલ અને વાડદ અને વાંઘરોલી આસપાસના ગ્રામજનો સીધા સેવાલીયા અવરજવર કરવા માટે ઉપયોગ કરતા હોય છે. ઘણા સમય પહેલા બનાવેલ આ માર્ગ બિસ્માર હાલતમાં અને સાંકડો હોવાથી મોટા વાહનો પણ પસાર થઈ શકતા નથી. આ રસ્તા પરથી બસને પણ અવરજવર કરવામાં મુશ્કેલી પડતી હોય છે. જેથી આસપાસના ગ્રામજનો દ્વારા રસ્તો બનાવવાની માંગ કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.