ગળતેશ્વરના માલવણ ખાતે રાત્રી સભામાં ગ્રામજનોએ કરેલ પ્રશ્નોનો સંતોષકારક જવાબ ન મળતા ગામના ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો. ચૂંટણી બાદ દિવસને બદલે રાત્રીના સમયે લાઈટ અપાતા ખેડૂતોને પરેશાનની વેઠવાની વારી આવી હતી.
ગળતેશ્વર તાલુકાના માલવણ ખાતે રાત્રી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. કલેકટરની અધ્યક્ષતામાં યોજાતી રાત્રી સભા ગળતેશ્વર મામલતદારની હાજરીમાં યોજાવામાં આવી હતી. જેમાં ગ્રામજનોને કોઈપણ પ્રશ્નોનો સંતોષકારક જવાબ કે ઉકેલ ન મળતા ગામના ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો. આમ તો રાત્રી સભામાં ગામના લોકો ભેગા થઈ પડતી મુશ્કેલીઓ અંગે રજૂઆત કરતા હોય છે, પરંતુ સભામાં બેઠેલ નાના બાળકોને ઠંડીમાં થીજી જવાની વારી આવી હતી.
રાત્રી સભામાં ગળતેશ્વર મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, MGVCLના ડે.ઈજનેર, પશુપાલન અધિકારી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. પરંતુ સૂર્યદીપ યોજના હેઠળ ચૂંટણી બાદ દિવસની જગ્યાએ ખેડૂતોને રાત્રીની લાઈટ આપતા કડકડતી ઠંડીમાં હેરાન થતા ખેડૂતોના પ્રશ્નનું હાજર રહેલ અધિકારીઓ નિરાકરણ લાવી શક્યા ન હતા. આ બાબતે ગળતેશ્વરનાં ડે.ઈજનેર જે.એન.નવલયાએ છેલ્લા એક વિકથી આખા રાજ્યમાં આ પ્રમાણે ફીડર કરી દેવામાં આવ્યા છે. તમામ તાલુકા અને જિલ્લામાંથી ખેડૂતોની રજુઆત સરકારમાં ગઈ છે. હાલ તેના પર ચર્ચા વિચારણા ચાલુ છે. આ બાબતે અમને સ્થાનિક ધારાસભ્યના પણ ફોન આવ્યા હોવાનું જણાવ્યું હતું.
બીજું ફિડર રાત્રીના ચાલુ થતા ખેડૂતોને થીજી જવાની વારી
છેલ્લા 3 મહિનાથી ખેડૂતોને સૂર્યદીપ યોજના હેઠળ દિવસે ખેતી માટે લાઈટ આપવાનું હતું. પરંતુ બે ફીડરોમાંથી એક ફીડરમાં દિવસે અને બીજી ફીડરમાં રાત્રી દરમિયાન લાઈટ કરી દેવાતા ખેડૂતોને રાત્રે ઠંડીમાં પરેશાન થવાની સ્થિતિ ઉભી થઇ હતી. > મનોજ પટેલ, ખેડૂત.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.