આવેદન:વણાકબોરી થર્મલ પાવરના 800 કર્મચારીને કાયમી ન કરી શોષણ

સેવાલિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હંગામી કામદારનું ગળતેશ્વર મામલતદારને આવેદન
  • ઉર્જા મંત્રીઅે 7 દિવસમાં ઉકેલની આપેલી ખાતરી પૂરી ન થઇ

1995 થી ચાલી રહેલા થર્મલ પાવર સ્ટેશનમાં કામ કરી રહેલા 800 જેટલા કામદારો અને હેલ્પરોને માત્ર કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કામગીરી કરાવવામાં આવી રહી છે. જયારે 1197 બાદ અન્ય 400 લોકોને પાવર સ્ટેશન દ્વારા કાયમી બેઝ પર સમાવેશ કરવામાં આવ્યો હતો.

પાવર સ્ટેશન કાર્યરત થયું ત્યારથી એટલે કે છેલ્લા 20 થી 40 વર્ષથી પ્લાન્ટના તમામ કામો જેવા કે કોલસો અનલોડીંગ, કન્વેયર બેલ્ટ હોફરથી લગાવી તમામ પાવર પ્લાન્ટનો અનુભવ ધરાવતા હોઇ એક વર્ષનું એપ્રેન્ટીસ 20 વર્ષ પહેલાં કરેલું હોવા છતાં કાયમી કરવામાં આવતા નથી. બીજી તરફ જે લોકો પાસે પ્લાન્ટના કામકાજનો અનુભવ ન હોવા છતાં તેમને કાયમી કરવામાં આવી રહ્યા છે.

અગાઉ થોડા દિવસ પહેલા કામદારો અને હેલ્પરો દ્વારા આ બાબતે ગાંધીનગર ખાતે ઉર્જા મંત્રીને રૂબરૂ મળતા તેમણે 7 દિવસમાં જવાબ આપવાની ખાતરી આપી હતી. પરંતુ તે વાતને આપેલ સમય કરતા વધુ દિન થતા કામદારો દ્વારા ગળતેશ્વર મામલતદારને આવેદન આપી રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...