સ્વચ્છતા અભિયાનની હકીકત દર્શાવતી ઘટના:વર્ષે 4.75 લાખનો સફાઈ ખર્ચ છતાં ગંદકી યથાવત, જજે પત્ર લખવો પડ્યો

સેવાલીયા4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગળતેશ્વર સેવાસદનના સ્વચ્છતા અભિયાન સામે શંકા

સરકારના સ્વચ્છતા અભિયાનની હકીકત દર્શાવતી ઘટના ગળતેશ્વર તાલુકાના વડામથક સેવાલીયામાં બહાર આવી છે. અહીં સેવા સદન બિલ્ડિંગમાં સફાઈ માટે વાર્ષિક રૂ.4.57 લાખના ખર્ચે આર.જે. એન્ટરપ્રાઈઝ ને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. તેમ છતાં સમગ્ર બિલ્ડીંગમાં એટલી તો ગંદકી છે, કે તેની સફાઈ માટે ખુદ કોર્ટના જજને પત્ર લખી સફાઈ કરાવવા માટે તાકીદ કરવી પડી છે. આજ બિલ્ડીંગમાં પોલીસ સ્ટેશન, મામલતદાર કચેરી, તાલુકા પંચાયત, સહિતની કચેરીઓ આવેલી છે. પરંતુ સરકારી કચેરીના કમ્પાઉન્ડમાં જ સફાઈ થતી નથી.

પત્રમાં જણાવ્યું છેકે આ બિલ્ડિંગમાં પક્ષકારોની અવર જવર વધુ હોય છે. હાલમાં ચોમાસાની સીઝન ચાલી રહી હોઈ સફાઈના અભાવે રોગચાળો ફેલાય તેવી સ્થિતિ છે. કોર્ટમાં આવતા અધિકારી, સ્ટાફ, વકીલો, તથા પક્ષકારોના આરોગ્ય જોખમાય તેમ છે. મહત્વની વાત છેકે હાલ ચોમાસાની સીઝન ચાલે છે ત્યારે ગંદકીના કારણે કંપાઉન્ડ વિસ્તારમાં મચ્છરનો ઉપદ્રવ પણ વધ્યો છે. જેથી બિલ્ડીંગની આસપાસના વિસ્તારમાં સત્વરે સફાઈ થાય તે માટે ધ્યાન દોરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...