પવિત્ર ગોમતી તંત્રની મેલી મંથરાવટીને કારણે પ્રદુષિત:લાખ્ખો શ્રધ્ધાળુઓને ગોમતીના દૂષિત જળનું આચમન કરાવવાનું પાપ યાત્રા વિકાસ બોર્ડના અધિકારીઓ તમને લાગશે

ડાકોર23 દિવસ પહેલાલેખક: યોગીન દરજી
  • કૉપી લિંક
ગટરની ગંદકી ભળી - Divya Bhaskar
ગટરની ગંદકી ભળી
  • अहं गोमत्याः पवित्र जलस्य आचमनं करोमि
  • અનુવાદ - હુ ગોમતીના પવિત્ર જળનું આચમન કરું છું

યાત્રાધામ ડાકોરમાં પવિત્ર ગોમતી તળાવનું ખૂબ મહત્વ છે. લોકમાન્યતા છેકે ભગવાન શ્રીકૃષ્ણ જ્યારે ભક્ત બોડાણાના ગાડામાં બેસી દ્વારકાથી ડાકોર આવ્યા, ત્યારે આ ગોમતીમાં સંતાયા હતા, અને તેમના સ્પર્શ માત્રથી ગોમતી પવિત્ર બની ગઈ હતી.

શ્રદ્ધા પૂર્વક આચમન
શ્રદ્ધા પૂર્વક આચમન

આજ શ્રધ્ધાને માનતા અને ડાકોર આવતા શ્રદ્ધાળુઓ પહેલા ગોમતી તળાવના પવિત્ર જળનું આચમન કરે છે, અને ત્યાર બાદ રણછોડરાય મંદિરમાં આગમન કરી ભગવાનના દર્શન કરતા હોય છે. પરંતુ આ તસવીરમાં જોઈ શકાય છે કે, યાત્રાધામ વિકાસ બોર્ડના અપવિત્ર વહીવટને કારણે આજે ગોમતીનું જળ દૂષિત બની રહ્યું છે.

કપડાનો મેલ પાણીમાં
કપડાનો મેલ પાણીમાં

આસપાસની ગટરોના ઉભરાતા પાણી સીધા ગોમતી તળાવમાં ભળી રહ્યા છે. તો કેટલીક સ્થાનિક મહિલા ઓ ગોમતી ઘાટ પર કપડા ધઈ રહી છે, જેના કપડા માંથી નીકળતી ગંદકી સીધી ગોમતીના પાણીમાં ભળી રહી છે. ડાકોરના અગ્રણી ડો.હરેન્દ્ર પંડ્યા એ જણાવ્યું હતું કે એક સમયે ડાકોરના સ્થાનિકો ગોમતી માં નહાવા જતા હતા.

અને જેને સારું તરતા આવડતુ હોય તે ગોમતીના મધ્યભાગ સુધી જતા હતા. પરંતુ યાત્રાધામ વિકાસ બોર્ડના હાથમાં વહીવટ આવ્યા બાદ આજે ગોમતીમાં નકરો કાદવ થઈ ગયો છે, જો કોઈ વ્યક્તિ થોડે આગળ સુધી જાય તો કાદવમાં ખુપી જવાય તેવી સ્થિતિ છે. આમ રણછોડરાયની પવિત્ર ગોમતી તંત્રની મેલી મંથરાવટીને કારણે પ્રદુષિત બની ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...