ભાસ્કર ઈમ્પેક્ટ:મંદિર પાસે ચાલતું રસ્તા રિપેરીંગનું કામ સત્વરે પૂર્ણ કરવા તાકીદ કરી

ડાકોરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રાદેશિક કમિશનર કચેરીના ડે.કલેક્ટર યાત્રાધામ ડાકોરની મુલાકાતે

યાત્રાધામ ડાકોર મંદિરની બહાર રસ્તાનું નવિનીકરણ કરવાનું કામ ચાલી રહ્યું હોય, યાત્રાળુઓને પડતી અગવડતા અંગે ગત તા.6 જૂન ના રોજ ભાસ્કર દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરાયો હતો. જેની નોંધ લઈ પ્રાદેશિક કમિશનર કચેરીના ડે.કલેકટર સી.પી. પટેલ ડાકોરની મુલાકાતે દોડી આવ્યા હતા.

પ્રાદેશિક કમિશનર કચેરીના ડે.કલેકટર દ્વારા સૌપ્રથમ મંદિરની આજુબાજુ એ કરેલ ખોદકામ તેમજ ગામની અનેક જગ્યાના ગટરના કામોની સ્થળ તપાસ કરી હતી. તેમજ વરસાદી પાણીના નિકાલ માટે પણ ચર્ચા કરી હતી. તેઓ દ્વારા પાલિકાના ચીફ ઓફિસર, એજન્સીયર અને ઇન્ચાર્જ પ્રમુખને તાકીદ કરીને જણાવ્યું કે આ રસ્તાનું કામ જેમ બને તેમ વહેલા કરી દેવું. આવનાર યાત્રિકોની સલામતીની જાણ કરીને સ્થળ તપાસ કરી હતી.

તપાસ દરમિયાન ચીફ ઓફિસરને તાકીદ કરવામાં આવી હતી કે પહેલા તમો આ મંદિર સામેની ગટરલાઇન યોગ્ય પ્રમાણમા સમારકામ કરી મંદિરની આજુબાજુમાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરાવો તે જરૂરી છે. જેટલું બને એટલું જલ્દી મંદિર બહારના રોડનું કામ પૂરું કરવા આદેશ આપ્યો હતો. આગામી 14 જૂનના રોજ યાત્રાધામ ડાકોરમાં જેઠ પૂનમ આવનાર હોઈ મોટી સંખ્યામાં ભક્તો આવસે, તે પહેલા પાલિકા તમામ પેન્ડિંગ કામ પૂર્ણ કરે છેકે કેમ તે જોવું રહ્યું. જો કે આ રસ્તાનું કામ સત્વરે પૂર્ણ થાય તો બહારથી આવતાં યાત્રાળુઅો અને સ્થાનિક રહિશોને રાહત થશે.

અન્ય સમાચારો પણ છે...