ભરતીની માગણી:વિદ્યાસહાયકોનો અનોખો વિરોધ, ભરતી માટે રણછોડરાયજીને અરજ પ્રત હુંડી અર્પણ કરી

ડાકોરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યમાં 19 હજારથી વધુ શિક્ષકોની ઘટ, ખેડા જિલ્લામાં ઉમેદવારોની ભરતી માટે પ્રાર્થના કરાઇ

છેલ્લા લાંબા સમયથી સરકાર પાસે ભરતી કેલેન્ડર પ્રમાણે વિદ્યાસહાયક ઉમેદવારો ભરતી કરવાની માગણી કરી રહ્યા છે. જિલ્લાના મોટાભાગના મંદિરોમાં આવેદન આપી સરકાર ઝડપથી ભરતી કરે તેવા આશીર્વાદ માગ્યા હતા. યાત્રાધામ ડાકોર ખાતે રણછોડરાય ભગવાનને, ફાગવેલના ભાથીજી મહારાજને, મહેમદાવાદમાં આવેલ પ્રસિદ્ધ ગણપતિ દાદાને, નડિયાદના સંતરામ મંદિરમાં, કઠલાલના છીપીયાલ ગામે ભગવાન ભૃગુઋષિ મહાદેવને આવેદન આપી સરકાર ઝડપથી ભરતી કરે તે માટે આશીર્વાદ માગ્યા હતા.

જિલ્લાના ઉમેદવારો દ્વારા આવેદન આપી ભરતી કરી ઉમેદવારોને ન્યાય આપે તેવી માંગણી સાથે મોટી સંખ્યામાં ઉમેદવારો પહોંચ્યા હતા. ગુજરાતની શાળાઓમાં 19 હજાર થી વધુ શિક્ષકોનું ઘટ છે. જ્યારે મે મહિનાના અંત સુધીમાં પણ ઘણા શિક્ષકો વય નિવૃત્ત થઈ રહ્યા છે. ટેટ પાસ ઉમેદવાર હરિશસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે તેમને સરકરાના ધારણધોરણ વાળી ટેટ પરીક્ષા અને કેન્દ્ર લેવલની પરીક્ષા જેવી તમામ પ્રકારની શિક્ષક માટેની પરીક્ષા પાસ કરી સારું મેરીટ ધરાવે છે. તેમ છતાં ઓછી ભરતી અને વારંવાર રીપીટ થતાં ચાલુ નોકરી વાળા શિક્ષકોને કારણે બેરોજગાર ઉમેદવારોને અન્યાય થાય છે.

અન્ય સમાચારો પણ છે...