કાર્યવાહી:ડાકોર બસ સ્ટેન્ડ આસપાસથી દબાણો હટાવી માર્ગ ખુલ્લો કરાયો

ડાકોરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટ્રાફિકને અડચણરૂપ દબાણો પર તવાઇ

ફાગણી પૂનમને લઈ યાત્રાધામ ડાકોરમાં પણ નગરપાલિકા દ્વારા તૈયારીઓ આરંભી દેવાઈ છે. ચૌદસ, પુનમ અને એકમના દિવસે આવનાર લાખ્ખો પદયાત્રીને મુશ્કેલી ન પડે અને ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે બસ સ્ટેન્ડ આસપાસના દુકાનદારોના દબાણ હટાવવાની કાર્યવાહી શરૂ કરાઈ હતી. જેમાં 20 થી વધુ દબાણો હટાવાયા હોવાનું જાણાવ્યું હતું.

દબાણ હટાવવાની કામગીરી દરમિયાન નગરપાલિકાએ દુકાન આગળ મુકેલો માલ-સમાન દુર કરવામાં આવ્યો હતો. હજુ પણ શહેરમાં અન્ય દબાણો હટવા માટે નગરપાલિકા એ તૈયારીઓ કરી છે. આ તબક્કે એસ.આઈ. મેહુલ પેટેલે જણાવ્યું હતું કે દબાણો ખૂબ વધુ હોય ચીફ ઓફિસર ના આદેશ થી 12 માણસો અને 2 એસઆઈની ટીમે કામગીરી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...