સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરની સુંદરતામાં ગોમતી નદી વધારો કરે છે. જે કોઇ યાત્રાળુ રણછોડરાયના દર્શન કરવા આવે તે પહેલા ગોમતી પર હાથપગ ધોઈ બાદમાં મંદિરે દર્શન કરવા જાય છે. થોડા સમય અગાઉ ગોમતીમાં લીલનું સામ્રાજ્ય જામ્યું હોય, યાત્રાળુઓને મુશ્કેલી પડતી હતી. જેને સ્થાનિક આગેવાન દ્વારા સ્વખર્ચે સફાઈ કરી ગોમતી કિનારા પર ઠાલવવામાં આવી હતી.
સ્થાનિક આગેવાન દ્વારા તો પોતાની ફરજ પુર્ણ કરવામાં આવી, પરંતુ સમગ્ર અભિયાનને 2 મહિના વીતી જવા છતાં ગોમતી માંથી નીકળતો કચરો હજુ પણ ગોમતી ઘાટ પર જોવા મળી રહ્યો છે. ડાકોર વિકાસના નામે કરોડો રૂપિયાની ગ્રાન્ટો વાપરનારૂ તંત્ર આજદિન સુધી ગોમતી કિનારે થી સફાઈ કરી સક્યું નથી. કચરાને કારણે ફેલાતી ગંદકી જોઈ અહીં આવતા યાત્રાળુઓ પણ તંત્ર સામે રોષ ઠાલવી રહ્યા છે. આગામી દિવસોમાં જેઠ પૂનમ જેવો તહેવાર આવી રહ્યો હોઈ, પ્રસાશન ક્યારે આ ગંદકી દૂર કરે છે તે જોવું રહ્યું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.