ડાકોરમાં કૂતરું હડકાયું થતા ગંભીર પરિસ્થિતિ સર્જાઇ હતી. કૂતરાએ આઠ જણાને બચકા ભર્યા હતા. નગર પાલિકાએ કોઈ કાર્યવાહી ન કરી, રહિશો કૂતરાને નગર બહાર છોડી આવ્યા. ડાકોર શહેરના ડોન બોસ્કો શાળાની સામે અને સંત્યમ જતા વિસ્તારમાં અવરજવર કરતા અને રહેણાંક વિસ્તારના લોકો કૂતરાને લઇ પસાર થવું મુશ્કેલ બન્યું હતું. હડકાયા કૂતરાએ આઠ લોકોને બચકા ભર્યા હતા. જોકે ડાકોર સરકારી હોસ્પિટલ ખાતે 7 લોકો સારવાર લઇને લોકો એ ઇન્જેક્શન મુકાવ્યા હતા.
નડિયાદ ધક્કો પડ્યો, પૈસા ખર્ચી રસી મુકાવવી પડી
ડોન બોસ્કો સ્કુલની સામે મારું ખેતર આવેલું છે. ત્યાં મને કૂતરું કરડ્યું અને જાન લેવા હુમલો કર્યો ત્યારે હું ડાકોર સરકારી હોસ્પિટલમાં ગયો હતો. ત્યાંથી મને બેઝિક સારવાર મળી અને નડિયાદ સરકારી હોસ્પિટલમાં હડકવાની સ્પેશિયલ રસી મુકાવવા માટે રીફર કર્યો હતો. નડિયાદ પહોંચ્યો ત્યારે સિવિલ હોસ્પિટલમાં હડકવાની યોગ્ય રસી હાજર ન હોઈ મેં બહારની પ્રાઇવેટ હોસ્પિટલમાં રૂ.570 લેખે બે ઇન્જેક્શન મુકાવ્યા. આટલા કેસ સરકારી હોસ્પિટલમાં આવા છતાં તંત્ર જાગ્યું નહીં અને તેના લોકોએ પોતાના આબાદ બચાવવા માટે કૂતરાને દૂર કર્યો. > મુકેશભાઈ પટેલ, રહીશ, ડાકોર.
એક દર્દીને જરૂરી સારવાર બાદ નડિયાદ રિફર કર્યો
પદ્ધતિસરની પાયાની બધી જ સારવાર અમારા તરફથી આપી દેવામાં આવી હતી. પરંતુ મુકેશ ભાઈને વધુ કરડ્યું હોવાથી તેમને એક રસી માટે અમે નડિયાદ હોસ્પિટલ સિવિલ ખાતે રિફર કર્યા હતા. અને બાકી લોકોની સારવાર અમે અહીંયાથી કરી દીધી હતી. > ડો. જનસારી, સરકારી હોસ્પિટલ, ડાકોર.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.