યાત્રાધામ ડાકોર માં ફાગણી પૂનમ ની તૈયારીઓ પુર જોશ માં ચાલી રહી છે. લોકો ભગવાનના દર્શને રાજ્યના ખૂણેથી ડાકોરમાં આવે છે. કેટલા લોકો સંઘમાં અને પગપાળા યાત્રા કરીને આવતા હોય છે. ત્યારે ડાકોરના માર્ગોમાં ઉભરાયેલી ગટરોને લઇ યાત્રાળુઓને હાલાકી વેઠવાની વારી આવી હતી. પાલિકા દ્વારા ગટરના ઢાંકણા મુકવામાં આવ્યા હતા. જે બે દિવસમાં જર્જરિત થતા તંત્રની કામગીરી પર પ્રશ્નો ઉઠ્યા હતા.
ડાકોરમાં સુરત, અમદાવાદ અને વડોદરા તરફથી મોટા પ્રમાણમાં યાત્રાળુઓ આવે છે. ત્યારે મહુધાથી ડાકોરના રોડમાં ગાયોના વાડામાંથી શહેરમાં આવતા ભારત ભુવન અને મંદિર સુધી પહોંચવાનો રસ્તામાં આવતી ગટરો બે દિવસ રોડથી નીચી ઉતરી ગઈ હતી. જેની ઉપર સિમેન્ટથી કામ કરવામાં આવ્યું હતું. પરંતુ તે બે દિવસમાં જ જર્જરિત અવસ્થામાં જોવા મળી હતી.
ત્યારે શહેરની ગણેશ ટોકીઝ પાસે પણ આવી જ સ્થિતી જોવા મળી હતી. ચાર રસ્તા પર કાદવ અને ગટરના ઢાંકણ રોડથી નીચે હોવાને કારણે લોકોને પસાર થવામાં હાલાકી વેઠવાની વારી આવી હતી. તાજેતરમાં બનાવેલા ગટરોના ઢાંકણા અને ઢાકણાની ઉપરથી કરવામાં આવેલું કામ પણ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યું છે. ડાકોર નગરપાલિકામાં જાણે કોઈ જવાબદાર વ્યક્તિ જવાબદારી લેવા માટે તૈયાર જ નથી.
તુરંત કામ શરૂ કરાઇ દઉં છું
ઢાંકણા ની ઉપરનું કામ માત્ર બે જ દિવસ પહેલા કરવામાં આવ્યું હતું. પરંતુ તેમ છતાં જો જર્જરિત અવસ્થામાં હોય તો હું જોવડાવી લઉં છું અને તરત કામ કરવી દઉં છું.> તારક ભટ્ટ, સેનેટરી ઇન્સ્પેક્ટર, ડાકોર નગર પાલિકા.
યાત્રાળુઓ તકલીફમાં મુકાયા
કોઈ જાતની સારી કામગીરી ડાકોર ખાતે દેખાઈ રહી નથી. જે રોડ પર ડામર પૂરવામાં આવ્યો અને જે રોડ પર ગટરોની મરામત કરવામાં આવી એ પણ કંઈ યોગ્ય નથી. આના કરતા તો પહેલા સારું હતું. ખાડાઓ જે હતા તે આ ઉબડખાબડ અને આ વ્યવસ્થિત રોડ કરતા સારા હતા. > રાજકુમાર રાણા, રહિશ ડાકોર.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.