અણઆવડત:ડાકોર ચોકડી વિસ્તારમાં સતત ઉડતી ધૂળથી યાત્રાળુઓ ત્રસ્ત

ડાકોર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બ્રિજની કામગીરી ટાણે રસ્તા પર પાણીનો છંટકાવ ન કરતા સમસ્યા વકરી
  • સ્થાનિક તંત્રને જાણ કરવા છતાં પણ કોઇ જ કાર્યવાહી ન કરવામાં આવી

યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમના મેળાને લઇ મોટી સંખ્યામાં યાત્રાળુઓનો મેળાવડો જામ્યો છે. ત્યારે ડાકોરના ચોકડી વિસ્તારમાં ચાલી રહેલા ઓવરબ્રિજના કામ દરમ્યાન માર્ગ અને મકાન વિભાગ દ્વારા માર્ગ પર પાણીનો છંટકાવ ન કરતા યાત્રાળુઓને ધૂળ-ડમરીનો સામનો કરવાની વારી આવી હતી.

ડાકોરના ચોકડી વિસ્તારમાં ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે. ત્યારે ખર્ચો કર્યો હોવા છતા કોઇ પ્રકારની સુવિધા આપવામાં આવી ન હતી. ઉપરાંત વાહનચાલકોને પસાર થવા માટે સર્વિસ રોડ પર ન બનાવતા યાત્રાળુઓને હાલાકી વેઠવાની વારી આવી હતી. આ રસ્તા પર મોટા વાહનોની અવરજવર થતા કોઇ પ્રકારની રોકટોક કરવામાં આવી ન હતી.

ત્યારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા સર્વિસ રોડની કામગીરી હાથ ન ધરાતા ઉબડખાબડ રસ્તાને લઇ શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ધૂળની ડમરી આખો દિવસ ઉડવાને કારણે માર્ગ પર રહેતા અને કામધંધો કરતા લોકો પરેશાન થયા હતા. ત્યારે આ સમસ્યાનો વહેલી તકે નિકાલ આવે તેવી માંગ લોકોએ કરી હતી. સમગ્ર બાબતે માર્ગ મકાન વિભાગના અધિકારી ગૌરાંગભાઇ અને નાયબ ઇજનેરનો સંપર્ક સાધતા કોઇ જવાબ અાપ્યો ન હતો.

ડાકોરના રહીશ ઝાકીરભાઈઅે જણાવ્યું હતુ કે, ધૂળ ઉડવાને કારણે અહિના લોકો પરેશાન થઇ ગયા છે. કોઈ પણ સમય પાણીનો છંટકાવ થયો જ નથી. ત્યારે હાલના સમયે યાત્રાળુઓ પરેશાન થઇ રહ્યા છે. માર્ગ મકાન વિભાગના ગૌરાંગભાઈ અને અન્ય અધિકારીઓને સતત ફોન કર્યા પણ કોઈ જવાબદારી લેવા જાણે તૈયાર નથી.

અન્ય સમાચારો પણ છે...