ઠાસરા તાલુકાના કાલસર ગામમાં આવેલ SBI બેંકમાં કર્મચારીઓની ઘટને કારણે 26 ગામના ગ્રાહકોને હેરાન થવાનો વારો આવ્યો છે. બેંકમાં કર્મચારીઓ ઓછા હોવાને કારણે ચોપડી ભરવી, નાણા ડિપોઝિટ કરવા, નાણાં ઉપાડવા જેવા તમામ કામોમાં વિલંબ થઈ રહ્યો છે. બેંક ખુલતાની સાથે જ ગ્રાહકોની લાંબી લાઈનો લાગે છે,જેનાથી કંટાળીને ગ્રાહકોને પરત ફરવાનો વારો આવે છે. કાલસર ગામના સ્થાનિકોના જણાવ્યા મુજબ બેંકમાં ફક્ત 2 જ કર્મચારી કામ કરે છે. બેંકનું એટીએમ પણ 6 મહિનાથી બંધ હાલતમાં છે.
જેના કારણે દિવસ દરમિયાન કામગીરી કાચબા ગતીએ થાય છે. 26 ગામના ગ્રામ પંચાયતના વ્યવહારો આ બેંકમાં થાય છે. ઓછા સ્ટાફને કારણે લોકોને કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું પડે છે. સ્થાનિકોની ફરિયાદ છેકે ઇન્વેસ્ટમેન્ટ માટે પણ જઈએ તો કોઈ યોગ્ય નિકાલ આવતો નથી. ચોપડી મા એન્ટ્રીની લેવડ દેવડ થતી નથી.
10 કીમીના વિસ્તારમાં 26 ગામ વચ્ચે ફક્ત 1 જ બેન્ક
ઠાસરા તાલુકામાં રાણીયા ગામથી ડાકોરની વચ્ચે 10 કીમીના વિસ્તારમાં ફક્ત 1 જ બેંક કાલસર ગામમાં આવેલ છે. જેથી દરેક ગામના લોકો અહીં જ કામ થાય તેવી આશા રાખે છે. પરંતુ ગ્રામજનોને કોઈપણ પ્રકારની સગવડ મળી રહી નથી.
અમે પૂરે પૂરી સેવા આપવાનો પ્રયાસ કરીએ છે
અમે અમારી સુવિધાઓ પૂરી આપવાનો પ્રયત્ન કરીએ જ છે. પરંતુ રોકડ-કેસ લેવા માટે અમારે ઠાસરા જવાનું હોય છે. અમારા કોડ પર જે ટ્રાન્જેક્સન થાય છે એ હોલ્ડ પર આવી જાય છે, અમારી જોડે પૂરતો સ્ટાફ ના હોવા થી અમે યોગ્ય સેવાઓ આપી શકતા નથી. લોકો પણ યોગ્ય સહકાર આપતા નથી. - અર્જુન કટારીયા, બ્રાન્ચ મેનેજર, કાલસર, SBI બ્રાન્ચ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.