સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે માગશર સુદ પૂનમને લઈ ભક્તોના ટોળે ટોળા રાજા રણછોડના દર્શન કરવા ઉમટ્યા હતા. જેમાં રણછોડરાય મંદિરે શિયાળાની ઠંડી વચ્ચે સવારની 5.15 વાગ્યાની મંગળા આરતીમાં 50 હજારથી વધુ ભાવિક ભક્તોએ ભગવાનના દર્શનનો લ્હાવો લીધો હતો.ડાકોર ખાતે માગશર સુદ પૂનમના દિવસે દરમિયાન 1 લાખથી વધુ ભાવિક ભક્તોએ ભગવાનના દર્શનનો લાભ લીધો હતો.
પૂનમને લઈ મંદિરમાં ભારે ઘસારો જોવા મળ્યો હતો. જેને લઇ ડાકોર ના ઠાકોરના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. રાજા રણછોડરાયે મંગળા આરતી બાદ કેસર સ્નાન કરી ચતુર્ભુજ સ્વરૂપમાં ભાવિક ભક્તોને દર્શન આપ્યા હતો. બપોરના 1 વાગ્યા સુધીમાં આશરે 1 લાખ થી વધુ ભાવિક ભક્તોએ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
જોકે ચુસ્ત પોલીસ બંદોબસ્તના નેજા હેઠળ તમામ ભક્તોના કાફલાને ધીમે ધીમે મંદિરમાં મોકલવામાં આવતો. તથા આટલી જનમેદનીમાં મંદિર પરિસરમાં રણછોડ સેનાની કામગીરી પણ સારી જોવા મળી હતી. કોઈ પણ જાનહાનિ વગર ભક્તો સારી રીતે દર્શન કરી પરત નીકળ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.