• Gujarati News
  • Local
  • Gujarat
  • Kheda
  • Dakor
  • Many Pits Had To Be Dug In Thakor Before Thakor's Darshan, The Tradition Of Thakorji's Horse Coming Out Of The Back Door Instead Of The Main Gate

ભાવિકોની ધીરજની કસોટી:ડાકોરમાં ઠાકોરના દર્શન પૂર્વે અનેક ખાડા વિંધવા પડ્યાં, વરઘોડો મુખ્ય દ્વારના બદલે પાછલા દરવાજેથી નીકળતાં પરંપરા તૂટી

ડાકોર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
ખાડાને કારણે વૃદ્ધોના બેલેન્સ બગડ્યાં હતા - Divya Bhaskar
ખાડાને કારણે વૃદ્ધોના બેલેન્સ બગડ્યાં હતા
  • નિંભર પાલિકાએ મંદિરના પ્રવેશદ્વાર પાસેનો રસ્તો જ ખોદી કાઢતાં એકાદશીએ અનેક ભક્તો ગબડ્યાં

યાત્રાધામ ડાકોર મંદિરની નજીક પાલિકા દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી રસ્તાનું કામ ચાલી રહ્યું છે. શનિવારે ભીમ અગિયારસના રોજ ઠાકોરજીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં યાત્રાળુઓ ઉમટી પડ્યાં હતા. પરંતુ રોડના કામના લીધે તંત્ર દ્વારા મંદિરની નજીક ખોદેલા ખાડાના કારણે વૃધ્ધો અને દિવ્યાંગોને મંદિર સુધી પહોંચવામાં પારાવાર યાતના વેઠવી પડતાં તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો.

વહેલી સવારે મંગળા આરતી સમયે ભીડ વધુ હોવાથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેમાં સિનિયર સિટીઝન, નાના બાળકો અને વિકલાંગો ગબડી પડ્યાં હતા. એક વૃદ્ધને વ્હીલ ચેરમાં લાવવામાં આવ્યાં હતા, જે ખાડામાં ફસાઇ ગયા હતા. વડિલોએ વેઠેલી હાડમારીના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે.

ઠાકોરજીનો વરઘોડો મુખ્ય દ્વારના બદલે પાછલા દરવાજેથી નીકળતાં પરંપરા તૂટી
લોકવાયકા મુજબ ભીમ એકાદશી(નિર્જળા એકાદશી) હોવાથી પરંપરા મુજબ ભગવાન શ્રીકૃષ્ણનો વરઘોડો મુખ્ય દ્વારેથી નીકળે છે. એ પરંપરાનો પણ આજે ભંગ થયો હતો અને વરઘોડો મંદિરના પાછળના દરવાજેથી નીકળતાં વૈષ્ણવોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...