વીજ ઓફિસમાં ગ્રામજનોનો હલ્લાબોલ:ખેડાના ઠાસરાના ખીજલપુમાં ચાર દિવસથી વીજળી ડૂલ થતાં લોકો રોષે ભરાયા

ડાકોર3 દિવસ પહેલા
  • કૉપી લિંક

ખેડાના ઠાસરાના ખીજલપુર ગામના રહીશોને લાઇટની સમસ્યાને કારણે છેલ્લા ચાર દિવસથી હાલાકી ભોગવવાની વારી આવી હતી. વીજ કપાતને કારણે રોષે ભરાયેલ લોકો દ્વારા ડાકોર જીઇબીના મથકે હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. ઉપરાંત આ સમસ્યાનો કાયમી નિકાલ ન કરવામાં આવે ત્યા સુધી ધરણાં કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

ઠાસરાના ખીજલપુરમાં સળંગ ચાર દિવસથી રાત્રિ દરમિયાન લાઇટની સમસ્યા સર્જાવાને કારણે ગામનો આશરે 100 થી વધુ લોકો દ્વારા ડાકોરના જીઇબી મથકે હલ્લાબોલ કરી ઉગ્ર રોષ ઠાલવવામાં આવ્યો હતો. ડાકોર જીઇબી ખાતે ચાર માસ પ્રિમોનસુન કામગીરી હાથ ધરવા માટે લેખિત માં રજૂઆત કરવા આવી હોવા છતા કોઇ પણ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેને કારણે વિસ્તારના લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા તેમ ખીજલપુરના સરપંચ અક્ષયભાઇ પરમારે જણાવ્યું હતું. આ બાબતે જીઇબી અધિકારી સાથે સંપર્ક થઈ શક્યો નથી.

અન્ય સમાચારો પણ છે...