બેદરકારી:ડાકોરમાં GEBના અધિકારીઓ નિંદ્રાધીન

ડાકોર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડીપીમાંથી લટકતા જીવતા વાયરો બનશે કોઇ વાર અકસ્માતનું કારણ

ડાકોરના સંસ્થાન હાઇસ્કુલની પાછળ આવેલ શંકર નગર સોસાયટીમાં જી.ઇ.બી.ના ખુલ્લા પડેલા જીવંત વાયરોને કારણે રહિશોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. આસપાસના વિસ્તારમાં ચોમાસાને કારણે લોકોને જીવના જોખમે પસાર થવાની વારી આવી હતી. આ બાબતે નિંદ્રાધીન તંત્ર ક્યારે આ સમસ્યાનો ઉકેલ લાવે તે જોવુ રહ્યું.

સંસ્થાન હાઈસ્કૂલ આવેલ મધ્ય ગુજરાત વીજ કંપનીની ડીપીથી શંકર નગર સોસાયટી તરફ જીવતા જાડા કેબલ નમેલા હોવાની અધિકારીઓને જાણ કરી છતાં કોઈ મોટા અકસ્માતની રાહ જોતા હોય તેમ ધ્યાન આપવામાં આવતું ન હોવાનું રહિશોએ જણાવ્યું હતું. બાળકોના શાળાએથી આવવાના સમયે ડીપીમાં ભડાકો થવાને કારણે રહીશોમાં આ વાયરો ચિંતાનો વિષય બની ગયો હતો. અધિકારીઓ દ્વારા આ બાબતે ગંભીરતા ન દાખવતા સોસાયટીના રહીશો દ્વારા વાયરોના ફોટા પાડી જીઇબીના અધિકારીઓને તાકીદ કરવામાં આવી હતી.

આ બાબતે ડાકોરના જીઇબી એન્જિનિયર નરેશ તળપદા સાથે વાત કરતા જણાવ્યું હતું કે વાયર કરપાઈ ગયાને કારણે એને બદલીને નવા વાયરો નાખવામાં આવશે. તથા ટૂંક સમયમાં આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે.

જોખમી વાયરોને કારણે જીવ અને જાનમાલને નુકસાન થઇ શકે છે
જી.ઇ.બી.માં ઘણી વખત રજૂઆત કરી હોવા છતાં અધિકારીની ઉંઘ ઉડતી નથી. જીઇબીના વાયરોથી કરંટ લાગવાનો ભય રહ્યા કરે છે. તથા બાળકો સ્કૂલ અવર જવર કરતા તે જોખમી બની શકે છે. જાનમાલને પણ નુકસાન થઈ શકે છે. વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ આવે તેવી આશા રાખીએ છે. - કલ્પેશ ભટ્ટ, રહિશ, શંકર નગર સોસાયટી, ડાકોર

અન્ય સમાચારો પણ છે...