સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર જ્યાં રણછોડરાય ભગવાનના દર્શનાર્થે બસમાં મુસાફરી કરીને આવતા યાત્રિકો, વિદ્યાર્થીઓ અને સીનીયર સીટીઝનનો આવતા હોય છે. ત્યારે બસ સ્ટેન્ડ પાસે આવેલ માર્ગમાં ગંદકીને કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.ડાકોર બસ સ્ટેન્ડમાં પ્રવેશ કરતા જ મસમોટા ખાડા અને પાણીથી ભરેલા ખાબોચિયા જોવા મળે છે.
જેના કારણે યાત્રિકોને જાનહાની થવાનો ભય સેવાઈ રહ્યો છે. આ બાબતે ડાકોર એસટી ડેપો મેનેજરનો સંપર્ક સાધતા તેમણે ડાકોર નગરપાલિકામાં લેખિત જાણ કરવામાં આવી છે, તેમજ ડાકોર પોલીસ સ્ટેશનમાં દબાણ બાબતે પણ લેખિત રજૂઆત કરવામાં આવી હોવાનું જણાવ્યું હતુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.