આંદોલનની ચિમકી:ડાકોર પાલિકા સફાઇમાં બેદરકાર રહીશો ગંદકી વચ્ચે રહેવા મજબૂર

ડાકોરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સફાઇ હી થાય તો આંદોલનની ચિમકી

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં વોર્ડ નંબર 3 માં ઘરોની નજીક ગંદકી સાફ ના કરતા સ્થાનિકોમાં નગરપાલિકા પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા મહિનાઓ થી વોર્ડ નંબર 3 માં સ્વચ્છતાને લઇને ભારે તકલીફ જોવા મળી રહ્યા છે. ડાકોર પ્રવેશવાના માર્ગો પૈકી વિસ્તારમાં રોડ ઉપર ઘણા મહિનાઓથી ગંદકીએ પોતાનું સામ્રાજ્ય જણાવ્યું છે.

વોર્ડ નં.3 ના આ વિસ્તારમાં અંદાજે 200 પરિવારોને ગંદકીની દુર્ગંધની વચ્ચે મહિનાઓથી જીવન વિતાવવું પડી રહ્યું છે. ગંદકીને કારણે સ્થાનિકોને સ્વાસ્થ્યની ચિંતા સતાવી રહી છે. ત્યારે બીજી તરફ ડાકોરમાં પ્રવેશવાના માર્ગો પૈકીનો એક માર્ગ હોય અને તેની ઉપર ગંદકી જોઈને યાત્રાળુઓમાં પણ યાત્રાધામની ખરાબ છાપ ઊભી થાય છે.

વોર્ડ નંબર 3 ના રહીશોમાં ડાકોર નગરપાલિકાની ગંભીર બેદરકારીને લઇને ભારે રોષ ઊઠયો છે. સ્થાનિકો દ્વારા ચૂંટાયેલા સભ્યોને તથા ચીફ ઓફિસરને અનેક વખત રજુઆતો કરી થાકી ચૂક્યા છે, પરંતુ યોગ્ય કાર્યવાહી નહી થતા ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે વહેલી તકે આ રોડ ઉપર સ્વચ્છતા કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.

કચરાના કલેક્શન માટે નવી એજન્સી નીમાશે
અહીયાં સુધી ડોર ટું ડોર કચરો ઉધરાવવામાં આવતો નથી. જેના કારણે અંહિયા ગંદકી થઈ ગઈ છે. પણ વહેલી તકે અમો આ વિસ્તારમાં નવા એજન્સી વાળાની નિમણૂક કરવાના છે. અને હાલ ડાકોર નગરપાલિકા પાસે ટેક્ટર નવા પણ ઉપલબ્ધ છે. તો વહેલી તકે બેત્રણ દિવસ સુધી આ વાર્ડ નં 3 માં સાફ સફાઈ કરવામાં આવે એવો પ્રયત્ન રહેશે. > મેહુલ પરમાર, સેનેટરી ઇન્સપેક્ટર

અન્ય સમાચારો પણ છે...