ફાગણી પૂનમે ડાકોરના ઠાકોરના નૈયરમ્ય નયનની ઝાંખી પામવા માટે અમદાવાદ, ગાંધીનગર ઉત્તર ગુજરાત,ખેડામાંથી નાના મોટા 100 થી વધુ પદયાત્રિ સંધો અને હજારો યાત્રિકોએ પ્રસ્થાન કર્યું છે. સૌ કોઇના હૈયામાં ડાકોરના ઠાકોરને મળવાના ઉમંગ હોવાથી અસહ્ય ગરમી વચ્ચે રાજા રણછોડના ગુણગાન ગાતા ગાતા ડાકોર તરફ પ્રયાણ કરતાં જોવા મળ્યાં હતા. હાલ તો ડાકોરને જોડતા ચોતરફના માર્ગો પર પદયાત્રિકો કિડિયારાની જેમ ઉભરાયેલા જોવા મળી રહ્યાં છે.
હાલને ડાકોરને જોડતા તમામ માર્ગો ધોળી ધજા લહેરાતી જોવા મળતી હતી.તે જોઇને સૌ કોઇ ડાકોરના ઠાકોર તારી ધોળી ધજા ફરકે જોઇ મારૂ મન હરખેના ભજનની રમઝટ સાથે આગળ ધપી રહ્યાં હતા. અેક કલાકનું અંતર કાપતા સામાન્ય રીતે 4 કલાકનો સમય લાગે છે. રવિવારે 54 કીમીના ભક્તિ પથ પર 75 હજાર લોકોઅે પ્રયાણ કર્યું હતુું.
તેરસને રવિવારની વહેલી સવારે ભાસ્કરની ટીમ કનીજ પાસે પહોચી હતી. ત્યારે અમદાવાદ તરફથી કિડીયારાની માફક યાત્રિકો પ્રવાહ વહી રહેલો જોવા મળ્યો હતો. જેમાં કલોક ગામના દેવિકાબેન અમદાવાદના સંધ સાથે હાથમાં બાવન ગંજની ધજા સાથે પથ કાપી રહ્યાં હતા. 65 વર્ષના દેવિકા બેનના આંખમાં ઠાકોરજીના દર્શનનો અનેરો ઉમંગ જોવા મળ્યો હતો.તેઓ 18 કિમી અંતર કાપીને આવ્યા હોવા છતાં થાક જણાતો ન હતો.તેમને પુછતાં છેલ્લા 11 વર્ષથી ફાગણી પુનમે કોઇ પણ મહેચ્છા વગર ઠાકોરજીનું મુખડું નિહાળવા પગપાળા જવું છે. મારી 158 લોકો આ સંધમાં છે.
કનીજ ચોકડી પર અમે 60 મિનિટ ઉભા હતા.ત્યારે કનીજ પાસે આવેલા વિસામામાં સવારના 8 વાગ્યા સુધી 5 હજારથી વધુ યાત્રિકો ચા-નાસ્તા સેવાનો લાભ લીધો હતો. જયાં ભાોજ અને નાસ્તા સાથે જાણે પ્રેમ પણ પીસાતો હોય તેમ હેતથી જમાડાતા હતા. ત્યાં નહેરૂ નગર પાસેની સોસાયટીનો 45 લોકોનો સંઘ પસાર થયો હતો.
જેમાં યાત્રિકો હરખ ભેર પથ કાપી રહ્યાં હતા. સામાન્ય રીતે ચાર કિમી અંતર કાંપતા નવ નેજા અાવી જતા હોય છે. ત્યારે સવારથી અમદાવાથી નીકળેલા સંઘો અને હજારો લોકો 19 કિમીનું અંતર અેકદ સહજતાથી કાપીને અાવ્યો હોય તેમ જણાતુ હતું. નેનપુર ચોકડી પાસે સેવા કેન્દ્ર પર યાત્રિકો માટે છાસ વિતરણની વ્યવસ્થા કરવામાં આવી હતી. ઠાકોરજીની ધામમાં પહોંચવા રસ હોય તેથી તેઓ પથ કાપીને આગળ જઇ રહ્યાં હતા. કેટલાંક યાત્રિકો માત્ર 8 મિનિટમાં 1 કિમીનું અંતર કાપતાં જોવા મળ્યા હતા.
સ્વાસ્થ્યની પ્રાર્થના કરવા માટે 20 વર્ષથી નિયમિત જાઉં છું
ડભોઉ ગામના 58 વર્ષીય શાંતાબેન રોહિત એકસપ્રેસ વે પાસે જય રણછોડનાદ સાથે આગળ ધપી રહ્યાં હતા. તેમની સાથે વાત કરતા જણાવ્યું હતું કે, મારે કોઇ મહેચ્છા નથી. છેલ્લા વીસ વર્ષથી મારા પરિવારનું સ્વાસ્થ સારૂ રહે તેવી પ્રાર્થના કરવા છેલ્લા 20 વર્ષથી ચાલીને જવું છું
10 વર્ષથી દર્શનાર્થે આવતા ભક્તોની સેવા કરૂ છું
વાંઠવાળી પાસે જય રણછોડ યુવક મંડળના છેલ્લા 10 વર્ષથી સેવા આપતાં ભુપેન્દ્રભાઇએ જણાવ્યું હતું કે ઠાકોરજીના દર્શન કરવાથી જેટલો આનંદનથી મળતો તેટલો આનંદ ઠાકોરજીના ભકતોની સેવા કરવાથી મળે છે. બે દિવસમાં 5 હજારથી વધુ યાત્રિકોની સેવા કરવાનો અવસર મળ્યો હતો જેનાથી હું ધન્યતા અનુભવું છું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.