ટ્રાફિક સમસ્યા:યાત્રાધામ ડાકોરના મુખ્ય રસ્તા પર 2 કિમી લાંબો ટ્રાફિક જામ

ડાકોરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

યાત્રાધામ ડાકોરના મુખ્ય ચાર રસ્તા પર ઓવર બ્રીજ નિર્માણની કામગીરી ચાલી રહી છે. પરંતુ ઓવર બ્રિજ બનાવવાની કામગીરી ગોકળ ગતિએ ચાલી રહેવાને કારણે વાર-તહેવારે અને રજાના દિવસે અહીં લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો.

રવિવારે બપોરના કોઇ કારણોસર મુખ્ય ચાર રસ્તાથી 2 કિમી સુધીનો ટ્રાફિક જામ સર્જાયો હતો. જેના કારણે નડિયાદ થી ડાકોર થઇ ગોધરા તરફ જતા અને ગોધરા થી ડાકોર થઇ નડિયાદ તરફ જતો વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો. દુર દુર થી આવતા ભક્તો ધોમ ધખતા તાપમાં ટ્રાફિક જામમાં અટવાતા તોબા પોકારી ઉઠ્યા હતા. જેના કારણે ટીઆરબી જવાનોને સ્થળ પર આવી ટ્રાફિક રેગ્યુલર કરવાની ફરજ પડી હતી.

અન્ય સમાચારો પણ છે...