તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રહસ્ય અકબંધ:100 થી વધુ ગાયોને ભૂખે મારનાર કોણ ? આરોપીઓ શોધવામાં તંત્રને રસ જ નથી

વિસાવદર7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વિસાવદરની નટવરપુરા ગૌશાળાના મામલે કોઇજ કાર્યવાહી નહીં : પોલીસ કહે ડે. કલેક્ટર પાસે તપાસ છે, ડે. કલેક્ટરના મતે પંચાયત પાસે સત્તા છે

વિસાવદર તાલુકાના સરસઇ ગામે નટવરપુરા ગૌશાળામાં થોડા મહિના પહેલાં 100 થી વધુ ગાયો ભૂખી હોવાને લીધે થોડા થોડા સમયે મૃત્યુ પામી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. અમદાવાદમાં પુષ્ટિ સંપ્રદાયના પૂજ્ય ગણાય એવા આભરણબાવા સામે આક્ષેપ થયા બાદ આ મામલે આગળ કોઇજ કાર્યવાહી નથી થઇ. સરકારી અધિકારીઓ એકબીજા વિભાગોને ખો આપી જવાબદારી ખંખેરવાનું શા માટે પસંદ કરે છે એ રહસ્ય છે.

વિસાવદરના સરસઇ ગામે ગોખરપરા વિસ્તારમાં નટવરપુરા ગૌશાળામાં 100 થી વધુ ગાયોના ભૂખથી મોત થયાનું બહાર આવતાં લોકોમાં અરેરાટી ફેલાઇ ગઇ હતી. ખુબીની વાત એ છેકે, ગાયોના નામે લાખ્ખો રૂપિયા ફાળો પણ ઉઘરાવાયો હતો. આ મામલે અમદાવાદના આભરણબાવા સામે આંગળી ચિંધાઇ હતી. આ સ્થળે સરકારી જમીન પણ પચાવી પાડવામાં આવ્યાનું ખુલ્યું હતું. ગાયોના મોતની ઘટના અંગે પોલીસે ડેપ્યુટી કલેક્ટર કક્ષાએ તપાસ હોવાનું જણાવ્યું અને તે હુકમ કરશે એ મુજબ કાર્યવાહી કરાશે. તો ડેપ્યુટી કલેક્ટર ડી. વી. વાળાના કહેવા મુજબ, ફરિયાદ કરવાની સત્તા પંચાયતને છે. જ્યારે મામલતદાર રજા પર છે. તેમના કહેવા મુજબ, કલેક્ટર જે હુકમ કરશે એ પ્રમાણે થશે. આમ કોઇને આરોપી શોધવા કે તેને પકડવામાં રસ નથી.

વળી આ ગૌશાળાનું બાંધકામ પણ પેશકદમી કરીને કરાયું છે એ મામલે તો હજુ તપાસ પણ થઇ છે કે કેમ એ સવાલ છે.બીજી તરફ હાલમાં વિસાવદર તાલુકામાંજ મોટા કોટડામાં એક વ્યક્તિએ સરકારી જમીનમાં પેશકદમી કરી મકાન અને દુકાનો બનાવી લીધી. તેની સામે નવા લેન્ડ ગ્રેબીંગનો ગુનો મામલતદારે દાખલ કરાવ્યો છે. ત્યારે નટવરપુરા ગૌશાળા મામલે તો ગાયોના મોત મામલે પણ હજુ આરોપીની ઓળખ નથી થઇ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો