તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

માંગ:વિસાવદર શાકમાર્કેટ ગેરકાયદેસર કેબીનને લઇ રાજીનામાની ચિમકી

વિસાવદર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉપપ્રમુખ, સભ્યોએ જ પાલિકા સામે બાંયો ચઢાવી, યોગ્ય કરવાની માંગ

વિસાવદરમાં કોંગ્રેસ શાસિત પાલિકામાં કોંગ્રેસનાં 4 સભ્યો જેમાં એક સભ્ય મહિલા ઉપપ્રમુખ છે. જેમને લેખિતમાં પ્રમુખ તથા ચીફ ઓફિસરને જાણ કરી છે. જેમાં જણાવ્યાં અનુસાર થોડા સમય પહેલા નવી શાકમાર્કેટ બનાવાઇ હતી. જેના લેઆઉટ પ્લાનમાં આગળનાં ભાગે ખુલ્લી જગ્યા મુકેલ. આ જગ્યામાં પાલિકાએ જ કેબીન ખડકી દીધી છે. જેથી શાકભાજી લેવા માટે આવતી મહિલાઓને ભારે મુશ્કેલી પડી રહી છે. અને રસ્તો ન બચ્યો હોય જેથી ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.  

અગાઉ પણ કેબીન મુકવાનો પ્રયાસ થયો હતો. મામલતદારની દરમિયાનગીરીથી ચણતર દુર થયું હતું. આ અંગે પાલિકા પ્રમુખને રૂબરૂ રજૂઆત કરવામાં આવી ત્યારે કહેવાયું હતું કે, તાત્કાલીક આ કેબીન દુર કરાશે. તેમ છતાં કામગીરી થઇ નથી. જેથી પાલિકા ઉપપ્રમુખ જશુમતીબેન વ્યાસ, સભ્યો રજનીકભાઇ ડોબરીયા, ઇલીયાસ મોદી, રહીમભાઇ મોદીએ જણાવ્યું હતું કે, આ અંગે યોગ્ય કરવામાં નહીં આવે તો આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી. તેમજ રજૂઆતને ધ્યાને નહીં લેવાય તો રાજીનામા આપવાની ચિમકી પણ આપવામાં આવી હતી. 

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો