કાર્યવાહી:વિસાવદર પોલીસે ખનીજ ચોરી કરતું ડમ્પર પકડ્યું

વિસાવદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 34 ટન ભોગાવો રેતીની રોયલ્ટી નહોતી ભરી

વિસાવદર પોલીસે સવારના સમયે ભોગાવો રેતી ભરેલું અને ખનીજ ચોરી કરતું ડમ્પર પકડી પાડ્યું હતુ.પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, વિસાવદરના પીઆઈ એન. આર. પટેલ અને સ્ટાફે સવારે મોટા કોટડા રોડ ઉપરથી પસાર થતા જીજે-09-એયુ-0210 નંબરના ડમ્પરને રોકી તપાસ કરી હતી.

જેમાં ભોગાવોની રેતી ભરેલી હતી. અને ડ્રાઇવર રાજુભાઇ (રોજાસરા) પાસે ડમ્પરના કાગળો, ડ્રાઇવીંગ લાયસન્સ કે રેતીની રોયલ્ટી પણ નહોતી ભરેલી. આથી પોલીસે ડમ્પરને મોટર વ્હીકલ એક્ટ મુજબ ડિટેઇન કરવા સાથે 34 ટન ભોગાવો રેતી અંગે ખાણ ખનીજ વિભાગને જાણ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...