તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગણી:વિસાવદર કાઠી ક્ષત્રિય સમાજનું ન્યાયની માંગ સાથે મામલતદારને આવેદન અપાયું

વિસાવદર18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અમરેલી તથા કચ્છ બન્ને ઘટનામાં પોલીસ દમનગીરી સામે કાર્યવાહી કરવા માંગ ઉઠી

વિસાવદર કાઠી ક્ષત્રીય સમાજ દ્વારા અમરેલીના લુઆરા ગામે એન્કાઉન્ટર અને કચ્છના સમાઘોઘાના ચારણ સમાજના બે યુવાનોને પોલીસે માર-મારતા મોત નિપજેલુ હતું. જે બાબતે ન્યાની માંગ સાથે મામલતદારને આવેદન પત્ર પાઠવી ન્યાયની માંગ કરવામાં આવી છે. અમરેલી જિલ્લાનાં લુઆરા ગામે એસ.પી.ના આદેશ અનુસાર પોલીસ દ્વારા અશોકસિંહ બોરીયાનું એન્કાઉન્ટર કરવાનું કાવતરૂં રચવામાં આવ્યું હોય. ઘટનાનું શુટિંગ કરી રહેલા આરોપીના બહેનને મહિલા પોલીસ વગર અપરાધીની જેમ ગેરવર્તન કરી કલમો લગાવી કેસ કરવામાં આવેલ છે.

જ્યારે કચ્છ-મુન્દ્રાના સમાઘોઘામાં ત્રણ ચારણ યુવાનોને ખોટી સંકા કરી પોલીસ સ્ટેશન લાવી માર-મારતા એકનું મોત નિપજ્યું હતું. અન્ય 2ને સારવાર માટે હોસ્પિટલે લઈ જવાતા સારવાર દરમિયાન એકનું મોત નિપજ્યું છે. જેથી સમાજના બે નિર્દોશ યુવાનોને મોતને ઘાટ ઉતારનાર પોલીસ કર્મી તથા અમરેલીના પોલીસની દમનગીરી સામે કાર્યવાહી કરવા માંગ સાથે વિસાવદર કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા મામલતદારને આવેદન પત્ર આપી ન્યાની માંગ કરવામાં આવી છે.

રાજપુત કરણી સેનાનું સીએમને આવેદન
​​​​​​​મુંદ્રા(કચ્છ) પોલીસ દ્વારા સમાધોધા ગામના ચારણ (ગઢવી) સમાજના ત્રણ યુવાનોને ખોટી રીતે ધરપકડ કરી પોલીસ સ્ટેશન પર લાવી પોલીસ કાયદાનો દુર ઉપયોગ કરી માર-મારતા અરજણભાઇ ગઢવીનું મૃત્યું નિપજ્યુ. તેમજ અન્ય ઇજાગ્રસ્તોને હોસ્પીટલમાં દાખલ કરતા હરજોગભાઇનું ગત 6 માર્ચ 2021ના રોજ સારવાર દરમિયાન મોત થયુ હતું. અને હજુ એક ઇજાગ્રસ્ત સારવાર હેઠળ છે. રાષ્ટ્રીય રાજપુત કરણી સેનાના પ્રમુખ નરેન્દ્રસિંહ જાદવ, શૈલેષસિંહ રાજપુત, પ્રકાશસિંહ મોરી સહીતના યુવાનો દ્વારા સીએમને સંબોધી મામલતદાર કચેરીમાં આવેદન પાઠવી રજુઆત કરી હતી.

સુત્રાપાડા મામલતદારને આવેદન
સુત્રાપાડા મામલતદાર કચેરીએ રાષ્ટ્રીય રાજપુત કરણીસેના દ્વારા અલગ અલગ બે આવેદન પત્ર અપાયું છે. સુત્રાપાડા મામલતદાર કચેરી ખાતે રાષ્ટ્રીય રાજપુત કરણીસેના દ્વારા અમરેલી જિલ્લાના લુઆરા ગામની ઘટના સંદર્ભે ન્યાયની અપીલ તેમજ મુદ્રા પોલીસ દ્વારા ખોટી રીતે થર્ડ ડિગ્રી આપી ટોર્ચર કરવાથી 2 યુવાનોના મૃત્યું નિપજેલ જે બદલ દોષિત પોલીસ કર્મી સામે કાર્યવાહી કરવા બદલ આવેદન આપવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો