રાજકારણ:વિસાવદર આપના ઉમેદવાર ફોર્મ ભરવા પહોંચ્યા અને સોગંદનામું જ ભૂલી ગયા

વિસાવદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉમેદવારી નોંધાવ્યા વિના જ પરત ફરવું પડ્યું હતું
  • વિસાવદર 87 વિધાનસભા સીટ

વિસાવદર 87 વિધાનસભા સીટ નું ઉમેદવારી ફોર્મ ભરવા આપ નાં ઉમેદવાર ભેસાણ થી વિસાવદર પહોંચ્યા હતા જો કે સોગંધનામું જ ભૂલી ગયા હોય ફોર્મ ભર્યા વિના જ પરત ફરવું પડ્યું હતું. આ અંગેની મળતી વિગત મુજબ,વિસાવદર 87 વિધાનસભા સીટ ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ભેસાણ નાં ભુપતભાઈ ભાયાણી ને ટિકિટ આપવામાં આવી છે ત્યારે ભેસાણ થી વિસાવદર ઉમેદવારી ફોર્મ રજૂ કરવા આવ્યા હતા જ્યારે ભુપતભાઈ ભાયાણી પ્રાંત ઓફિસ ખાતે પોતાનું ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું ત્યારે ઉમેદવારી ફોર્મ ચેક કરતા અધિકારીએ સોગંદનામુ ન હોવાનું જણાવતા તેમને ખ્યાલ આવ્યો કે સોગંદનામું જ ભૂલી ગયેલ જેથી ફોર્મ રજૂ કર્યા વગર જ પરત ફરવું પડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...