ગીરજંગલમાં પહેલા 500 નેશો હતા તેમાથી હવે માત્ર 54 ન જ રહ્યાં છે. તેમા પણ લાઈટ, પાણી, શાળા જેવી સામાન્ય સુવિધાઓ મળતી નથી. આજે સમગ્ર ગુજરાત અને દેશ જેના પર ગૌરવ લઈ રહ્યા છે તે આપણા ગીરના સિંહો અને ગીર જંગલના નેશોમાં વસવાટ કરતા માલધારીઓની આ વાત છે આજે સમગ્ર દેશ દુનિયા આધુનિક અને ટેકનોલોજીના યુગમાં જીવી રહ્યા છે. ત્યારે ગીર જંગલમાં વસવાટ કરતા માલધારીઓ આજે પણ 18મી સદીમાં જીવન પસાર કરી રહ્યાં છે.
માલધારીઓ આજે પણ 18મી સદીમાં જીવન પસાર કરી રહ્યાં
આજે પણ અહીંયા લાઈટ પાણી કે શાળા જેવી સામાન્ય સુવિધાઓ પણ નથી જેથી માલધારીઓના બાળકો અભ્યાસથી વંચીત રહી જાય છે. અહીંના મુખ્ય વ્યવસાયની વાત કરીઓ તો પશુપાલન છે. પરંતુ હાલની સ્થિતીમાં અહીંયા પશુઓને ચરીયાણ માટેનું ઘાસ રહ્યું નથી. કુવાડીયો અને ગંધારીયો જેવી વનસ્પતિનું પ્રમાણ વધી જવાથી માલધારીઓ પહેલા નેશોમાં આઠ માસ જેટલો સમય રહેતા હતા. તે આજે માત્ર ચોમાસાના ચાર માસ રહી શકે છે. અનેક યોજનાઓ બહાર પડાતી હોય જેનો લાભ સામાન્ય લોકો લઈ રહ્યાં છે.
તેમના મળવા પાત્ર હકો પણ સમયસર મળતા નથી
પરંતુ ગીર જંગલમાં વસતા માલધારીઓ આ યોજનાનો લાભ લઈ શકતા નથી. આ ઉપરાંત જે આવાસ યોજના અને ઘર ઘર શૌચાલય સહિતની યોજનાઓનો લાભ અહીં વસતા માલધારીઓ મળે એ પણ જરૂરી છે. કારણ કે આ વિસ્તારોમાં વન્યપ્રાણીઓ વસવાટ કરી રહ્યાં છે. તેમ છતાં ઝૂપડા વાળીને રહેવું પડે છે. તેમજ માલધારીઓને તેમના મળવા પાત્ર હકો પણ સમયસર મળતા નથી જેમાં માલધારીઓની મુખ્ય મિલકત ગણો તો તેમનો નસવાડી પાસ હોય છે. જેમની વારસાઈ એન્ટ્રી પણ વન વિભાગ સમયસર કરી આપતું નથી.
પાકા મકાન માટે મંજૂરી નથી મળતી
વધુમાં મળતી વિગત મુજબ અહીં વસવાટ કરતા માલધારીઓને પાકુ ચણતર વાળુ મકાન બનાવવા માટે વનવિભાગ દ્વારા મંજૂરી અપાતી નથી. જ્યારે અધિકારીઓ અને કર્મચારીઓને રહેવા માટે પાકા મકાનો બનાવાઈ છે. તો તેમને કેમ ? મંજૂરી મળે છે તેવા સવાલો પણ ઉઠી રહ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.