મગફળીનો વેપાર:વિસાવદરમાં મગફળીનો ભાવ રૂ. 1305 અને સોયાબીનનો રૂ. 1251

વિસાવદર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિસાવદર યાર્ડમાં મગફળીની 9 હજાર ગુણી, સોયાબીનની 1 હજાર ગુણી આવી

વિસાવદર તાલુકામાં પુષ્કળ વરસાદને પગલે ખરીફ પાકનું પણ પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન થયું છે. યાર્ડમાં મગફળી અને સોયાબીનની આવક થવા લાગી છે. વિસાવદરના કેશુભાઇ પટેલ માર્કેટીંગ યાર્ડમાં આજે મગફળીની 9 હજાર ગુણી અને સોયાબીનની 1 હજાર ગુણીની આવક થઇ હતી. પરિણામે યાર્ડ જણસીની છલકાવા લાગ્યું છે.

અત્યારે યાર્ડમાં મગફળીનો વેપાર મણદીઠ રૂ. 1305 અને સોયાબીનનો વેપાર મણદીઠ રૂ. 1251 ના ભાવે થાય છે. એમ યાર્ડના ચેરમેન વિનુભાઇ હપાણીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...