તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવા:ગીરના 54 નેસના 750 પરિવારોને સંસ્થા વિનામૂલ્યે સોલાર પેનલ આપશે; સ્મિતા સુધીર શેઠ ફાઉન્ડેશન અને ખમ્માગીર ગૃપે લોકોને દાન માટે અપીલ

વિસાવદર8 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગિરના લગભગ બધાજ નેસડા તાઉ તે વાવાઝોડામાં ધરાશાયી થયા છે. આ નેસડામાં અંધારા દૂર કરવા માટે સોલાર પેનલ એકમાત્ર ઉપાય છે. આથી ગિરના 54 નેસડામાં વસતા આશરે 750 પરિવારોને વિનામૂલ્યે સોલાર પેનલ આપવા સ્વયંસેવી સંસ્થા આગળ આવી છે. જોકે, આ સંસ્થાએ અન્ય લોકોને પણ દાન આપવા અપીલ કરી છે. ગિરના નેસડામાં વિજળીનું એકમાત્ર સાધન સોલાર પેનલ છે. જે માલધારીઓને રાત્રે પ્રકાશ અને મોબાઇલ ચાર્જીંગની સુવિધા આપે છે. અગાઉ સરકારે પણ નેસડામાં તેનું વિતરણ કર્યું હતું.

જોકે, વાવાઝોડામાં બધું નષ્ટ થઇ ગયું છે. આથી હવે માલધારીઓનું જીવન થાળે પાડવા વિવિધ સંસ્થાઓ રાશન કીટ, પતરાં, ઘાસ તેમના સુધી પહોંચાડી રહી છે. જેમાં સ્મિતા સુધીર શેઠ ફાઉન્ડેશન અને ખમ્મા ગીર ગૃપ ગિરના 54 નેસડાના આશરે 750 પરિવારોને સોલાર પેનલનો સેટ વિનામૂલ્યે આપશે. જેઓ આ કાર્યમાં જોડાવા માંગતા હોય તેઓને પણ આગળ આવવા સંસ્થાના વિશાલભાઇ શેઠ અને નરેન્દ્રભાઇ મોજીદ્રાએ જણાવ્યું છે.

સરકાર પાકા રૂમ બનાવી આપે: રાજભા ગઢવી
લોકસાહિત્યકાર રાજભા ગઢવીએ સરકાર સમક્ષ માંગણી કરી છેકે, આ એક વાવાઝોડાથી થયેલી નુકસાનીને ભરપાઇ કરવાનું કામ છે. નેસડામાં વરસાદ અને પવનથી ઝૂંપડાને નુકસાન થાય છે. અને માલધારીઓએ દર વર્ષે વનવિભાગને આજીજી કરીને ઝૂંપડા રીપેર કરાવવા પડે છે. જ્યારે ગિરમાં રહેતા વનવિભાગના કર્મચારીઓને મધ્ય ગિરમાં પાકા મકાનો બનાવે છે. તો માલધારીઓના કેમ નહીં? આ બાબતે જો સરકાર સંવેદનશીલ હોય તો તમામ માલધારીઓને એક-એક પાકો રૂમ બનાવી આપે તો દર વર્ષે પડતી મુશ્કેલી માલધારીઓને ન વેઠવી પડે.

અન્ય સમાચારો પણ છે...