અન્યાય:ગીર જંગલનાં સાચા રક્ષકોનું જ શોષણ કરતુ વનવિભાગ

વિસાવદર9 દિવસ પહેલાલેખક: વિપુલ લાલાણી
  • કૉપી લિંક
  • 240 દિવસની હાજરી પુરે તો કાયમી કરવા પડે પરંતુ પુરા દિવસોની હાજરી પુરાતી જ નથી

ગીરનાર જંગલ અને સિંહનું ગૌરવ આજે ગુજરાત અને દેશ લઈ રહ્યો છે. પરંતુ તેના સાચા રક્ષકોની સ્થિતી શું છે એ કોઈ જાણતુ નથી. કેમ કે લેબર અને ટેકરો કે જે કોઈપણ સ્થળે સિંહ, દીપડા જેવા હિંસક પ્રાણીઓની રંજાડ હોય ત્યાં કામગીરી કરવા પહોંચી જાય છે. જેનો શ્રેય વનવિભાગના અધિકારીઓ લઈ રહ્યાં છે.

અધિકારીઓ દ્વારા સળંગ 240 દિવસની હાજરી પુરાતી નથી
પરંતુ આ લેબર અને ટેકરોને મળવા પાત્ર હક્કો મળતા નથી. જો એક લેબરની 1 વર્ષમાં 240 દિવસની હાજરી થાય તો તેમને કાયમી કરવાનો સરકારનો જીઆર છે. પરંતુ વનવિભાગના અધિકારીઓ દ્વારા સળંગ 240 દિવસની હાજરી પુરાતી નથી. જો આ અંગે લેબર પુછપરછ કરે તો છુટા કરી દેવાની ધમકીઓ પણ મળતી હોવાનું કહેવાય છે. વનવિભાગનાં અધિકારી નામ ન લખવાની શરતે કહે છે કે, જીઆર પ્રમાણે મળવાપાત્ર લાભ તેમને મળે જ છે. એ મુજબ જ કાયમી થાય છતાં દર મહિને ગ્રીવન્સ સેલની બેઠક મળે છે તેમાં રજુઆત કરી શકે છે.

બેઠક મળી તો છુટા કરી દેવાયા ?
લેબર યુનિયનની બેઠક સાસણ ખાતે મળી હતી. જેમાં જેટલા લેબરો જે તે રેન્જમાંથી હાજરી આપવા ગયા હતા. તેમનો ખાર રાખી અમુક લેબરોને છુટા કરી દેવાયા છે. જેમાંથી અમુક તો એવા છે કે, 240 દિવસની હાજરીના બદલે 15 થી 20 વર્ષથી ફરજ બજાવી રહ્યાં છે. છતાં કાયમી નથી કરાયા.

કોર્ટમાં કેસ પણ જીતી ગયા’તા
અન્યાય સામે અમુક લેબર કોર્ટમાં ગયા હતા અને કેસ દાખલ કર્યો હતો. તેમા કેસ જીતી ગયા પછી પણ કોર્ટના હૂકમની અમલવારી વનવિભાગ દ્વારા કરાતી નથી અને અન્યાય થઈ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...