તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:પોલીસે પીછો કરતા બિલખા રોડ પર દારૂ ભરેલી કાર છોડી ચાલક ફરાર

વિસાવદર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિસાવદર પોલીસે દારૂની 509 બોટલ, કાર સહિત 4 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો

વિસાવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જૂગાર તથા દીરૂ વહેંચતા બુટલેગરો પર ખાસ વોચ રાખી કડક કાર્યવાહી કરવા જૂનાગઢ પોલીસ મહાનિરીક્ષક મનીંદર પ્રતાપસિંહ તથા જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ સૈટ્ટીએ આદેશ કર્યા છે. જે મુજબ પોલીસ પીછો કરતા મોટા કોટડા ગામથી 1.5 કીમી દુર રોડ પર કાર છોડી ચાલક નાશી છુટ્યો હતો.

વિસાવદર પોલીસ સ્ટેશનના પીઆઈ આર.ડી. ડામોર, સ્ટાફના પી.બી. હુણ, વિ.ડી. ગીયડ, ભાવેશ કાળાભાઈ, જેંસીંગભાઈ હમીરભાઈ સહિતના પેટ્રોલીંગમાં નિકળ્યા હતા. દરમ્યાન હાજાણી પીપળીયા ગામના પાટીયા પાસે પહોંચતા એક સફેદ કલરની કાર નં.જીજે-03-ડીજી-0444 પોલીસને જોઈ પુરઝડપે ભાગવા લાગતા પોલીસને શંકા જતા પીઠો કર્યો હતો.

દરમ્યાન કાર ચાલક મોટા કોટડાથી દોઢ કીમી દુર બીલખા તરફ જતા રોડ પર કાર છોડી નાશી છુટ્યો હતો. પોલીસે કારની તલાસી લેતા તેમાથી ભારતીય બનાવટી વિદેશી દારૂની બોટલ નં.509 મળી આવી હતી. જેની કીંમત રૂ.2 લાખ જેટલી તથા કાર મળી કુલ રૂ.4,03,600નો મુદ્દામાલ કબ્જે કરી નાશી જનાર ચાલક સામે કાર્યવાહી કરવા આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...