તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલીકાનું વાર્ષિક બજેટ:સત્તાપક્ષના 4 સભ્યો ગેરહાજર રહેતાં વિસાવદર પાલીકાનું બજેટ નામંજૂર

વિસાવદર9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વિકાસના બીજા કામો સર્વાનુમતે મંજૂર કરાયા

વિસાવદર નગરપાલિકામાં હાલ સત્તા ભાજપ પાસે છે. પણ આજે યોજાયેલી બજેટની બેઠકમાં સત્તાપક્ષનાજ 4 સભ્યો ગેરહાજર રહેતાં બજેટ નામંજૂર થયું હતું. જ્યારે વિકાસ માટેના બીજા ઠરાવો સર્વાનુમતે મંજૂર થયા હતા. વિસાવદર નગરપાલિકામાં હાલ ભાજપના 13 અને કોંગ્રેસના 11 સભ્યો હોઇ ભાજપ સત્તામાં છે. આજે નગરપાલિકાની વર્ષ 2021-22 ના બજેટની બેઠક મળી હતી. જેમાં ભાજપના 4 સભ્યો અને કોંગ્રેસનો 1 સભ્યો ગેરહાજર હતો.

વાર્ષિક બજેટનો મુદ્દો આવતાં કોંગ્રેસે મતદાનની માંગણી કરી હતી. પરિણામે 9 વિરૂદ્ધ 10 મતથી બજેટ નામંજૂર થયું હતું. સાથે છેલ્લા 3 માસના બીલ-વાઉચર પર મતદાન થતાં એ પણ નામંજૂર થયા હતા. જ્યારે શહેરના બીજા વિકાસ કામોના ઠરાવો સર્વાનુમતે મંજૂર કરાયા હતા. બજેટ બોર્ડમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનો મુદ્દો ચર્ચામાં લેવા માટેની દરખાસ્ત ગેરહાજર રહેલા સભ્યો રમેશભાઇ માંગરોલિયાની દરખાસ્ત હતી. જેને ચર્ચામાં લેવાનો સભ્યોનો સુર ઉઠ્યો હતો.

આ મામલે એવી દલીલ પણ થઇ હતી કે, બે માળવાળા અને પાકા મકાન ધરાવતા લોકોએ મકાન મંજૂર કરાવીને હપ્તા લીધા છે. તો મકાન બનાવ્યા નથી એવા લાભાર્થી પણ છે. અંતમાં આ દરખાસ્તને આગામી જનરલ બોર્ડમાં ચર્ચા માટે રાખવાનું નક્કી થયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો