તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:વિસાવદરથી મેંદરડા સુઘીનો વિસ્તાર વરસાદથી વંચિત, ધરતીપુત્રો ચિંતીત

રંતાગએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ખેડૂતો ફૂવારા પદ્ધતિથી પાકને પાણી પુરૂ પાડી રહ્યા છે - Divya Bhaskar
ખેડૂતો ફૂવારા પદ્ધતિથી પાકને પાણી પુરૂ પાડી રહ્યા છે
  • ખેતરમાં ઊભી મોલાતના પિયત પુરતો પણ વરસાદ નથી થયો : ખેડૂતો ફૂવારા પદ્ધતિ તરફ વળ્યા

હાલમાં ઘણા વિસ્તારોમાં ઘોઘમાર વરસાદ વરસી રહ્યો છે. પરંતુ વિસાવદરથી લઈને મેંદરડા સુધીનો તમામ વિસ્તાર તેમજ આ તરફનું ગિર જંગલ હજુ પણ વરસાદથી વંચીત રહી ગયું છે. આ વિસ્તારમાં માત્ર ઝરમર વરસાદ પડતા ખેતર બહાર પણ પાણી નીકળ્યા નથી. જેના લીધે ખેતરમાં રહેલા પાકને પિયત પુરતો પણ વરસાદ પડ્યો નથી. પિયતની સગવડતા ધરાવતા ખેડૂતો પાકને પિયત આપી રહ્યા છે.

જ્યારે પિયતની સગવડ નહિં ઘરાવતા ખેડૂતો વરસાદની રાહે બેઠા છે. આ સિઝનનો સાડા આઠ ઈંચ વરસાદ વરસાદ પડ્યો છે. જેના લીધે નદી,નાળા, તળાવ વોકળા, ચેકડેમ ખાડામાત્ર ભરાયા છે. જેથી આગામી સમયમાં વરસાદ નહીં થાય તો દુષ્કાળની ભીતી સર્જાઈ શકે છે. દરમ્યાન ભુર્ગભ જળની સપાટી પણ ઓછી થતા કુવા, બોરમાં પાણી ડુકવા લાગ્યા છે.

અન્ય સમાચારો પણ છે...