સમસ્યા:જર્જરિત સરકારી કચેરીઓના સમારકામ માટે તંત્ર પાસે ગ્રાન્ટ નથી

વિસાવદર10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિસાવદર શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆત

જૂનાગઢ જિલ્લામાં આરએન્ડબી વિભાગ હસ્તકની સરકારી કચેરીઓના મેન્ટેનન્સની જવાબદારી આવતી હોય છે. પરંતુ આ કચેરીમાં અવારનવાર રજૂઆત કરવા છતાં કામો થતા નથી. વિસાવદર કોર્ટ, મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરીમાં લોકોને સુદ્ધ પીવાનું પાણી મળી રહે એ માટે પણ અનેક વખત રજૂઆત કરાઈ છે. તેમ છતાં કોઈ કચેરીમાં આર.ઓ. સિસ્ટમ કે વોટર કુલર નથી. અને રજૂઆત કરવામાં આવે છે તો એક જ જવાબ મળે છે કે, થઈ જશે.

પરંતુ વાસ્તવિક સ્થિતી મુજબ આ કચેરીમાં કોઈ જ પ્રકારની ગ્રાન્ટ નથી. અને જો હોય તો વર્ષો જૂના બિલો બાકી હોય ત્યારે નવા કામો કરવા કોઈ એજન્સી રસ દાખવતી નથી. આ ઉપરાંત અનેક કચેરીઓમાં સમાર કામની તાતી જરૂરીયાત છે. આવા અનેક પ્રશ્નોને લઈ વિસાવદર શહેર કોંગ્રેસ પ્રમુખ નયનભાઈ જોષીએ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...