તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવાકીય પ્રવૃતિ:ગિરનાં માલધારીઓના પશુ માટે સ્વામી નારાયણ સંતો આગળ આવ્યા

વિસાવદર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માણાવદરના સંતની હાકલથી સેવકોએ 20 ગાડી ચારો મોકલ્યો

ગિરના નેસડામાં માલધારીઓ અને તેમના પશુઓ તાઉ તે વાવાઝોડાને લીધે નોંધારા બન્યા હતા. તેઓ માટે માણાવદર સ્વામી નારાયણ મંદિરના સંતો આગળ આવ્યા છે.ગિરના નેસડાના માલધારીઓ અને તેમના પશુઓના ઘાસચારાની સ્થિતી અંગેની જાણ માણાવદર સ્વામી નારાયણ મંદિરના મોહનપ્રસાદ સ્વામીને થઇ હતી. આથી તેઓ જાણે કોઠારિયા ગામે પહોંચ્યા હતા. અને તેમના એક સેવકને માલધારીઓની સ્થિતી વિશે જણાવ્યું હતું.

સાથે તેમના પશુઓના ચારા માટે કહ્યું. એ ખેડૂતે પોતાના ખેતરમાં રહેલા ચારાનો ઢગલો માલધારીઓના પશુની સેવા માટે આપી દીધો હતો. અને આસપાસના ખેડૂતોને પણ જાણ કરતાં તેઓએ પણ ઘાસચારો આપ્યો હતો. આ રીતે 20 ગાડી ચારાની વ્યવસ્થા મોહનપ્રસાદ સ્વામીની પ્રેરણાથી થઇ ગઇ હતી. સાથેજ આ ચારો નેસડા સુધી પહોંચાડવાના ભાડાની રકમ લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...