સફળતા:જંગલમાં રાત્રિના 108માં મહિલાને ડિલેવરી કરાઇ, બાળકને ગળે નાળ વિંટળાઇ હતી, બાળક રડતું ન હતું !

વિસાવદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
જંગલમાં મહિલાની સફળ ડિલીવરી - Divya Bhaskar
જંગલમાં મહિલાની સફળ ડિલીવરી
  • મેંદરડાના ગંગાજળીયા નેસમાં રહેતી મહિલાને પ્રસુતિની પીડા ઉપડી હતી

ગિર જંગલમાં રાત્રિના સમયે 108માં મહિલાની સફળ ડિલેવરી કરાવાઇ હતી. આ અંગે 108ના જૂનાગઢ જિલ્લા અધિકારી વિશ્રૃત જોશીએ જણાવ્યું હતું કે, મેંદરડા તાલુકાના ગિરના જંગલમાં ગંગાજળીયા નેસ આવેલ છે. આ નેસમાં એક મહિલાને પ્રસુતિની પિડા ઉપડી હોવાની જાણ થઇ હતી. બાદમાં વિસાવદર 108ની ટીમ રાત્રિના સમયે તુરત સ્થળ પર પહોંચી ગઇ હતી અને મહિલાને 108માં લઇ હોસ્પિટલે પહોંચાડવા તજવિજ હાથ ધરી હતી.

દરમિયાન મહિલાને પ્રસુતિની પિડા અસહ્ય વધી જતા ગિરના જંગલમાં 108ને ઉભી રાખી ઇએમટી વિશાલ કાથડ અને પાઇલોટ ચંદ્રકાન્ત ભાઇએ 108માં જ ડિલેવરી કરાવી હતી. ખાસ તો ડિલેવરી બાદ બાળકના ગળે નાળ વિંટળાઇ ગઇ હતી તેમજ બાળક રડતું પણ ન હતું. બાદમાં ઉચ્ચ તબીબોના માર્ગદર્શન હેઠળ સારવાર આપી બન્નેનો જીવ બચાવી મેંદરડા સરકારી હોસ્પિટલે વધુ સારવાર અર્થે ખસેડયા હતા.

અન્ય સમાચારો પણ છે...