રજૂઆત:વિરપુરનાં ડ્રાઈવર- કંડકટર એસટીમાં ચઢવા ન દેતા હોઇ છાત્રો શાળાએ મોડા પહોંચે છે

વિસાવદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખંભાળિયા હાઈસ્કુલનાં આચાર્ય દ્વારા જૂનાગઢ એસટી ડેપો મેનેજરને યોગ્ય કરવા કરાઈ રજૂઆત

વિસાવદરનાં વિરપુરથી ખંભાળિયા(ઓઝત) ખાતે અભ્યાસ અર્થે અપડાઉન કરતા છાત્રોને એસટી બસનાં ડ્રાઈવર- કંડકટર બસમાં ચઢવા દેવામાં આવતા નથી. જેથી છાત્રો શાળાએ સમયસર પહોંચી શકતા ન હોય. જેના અનુસંધાને ખંભાળિયા હાઈસ્કુલનાં આચાર્ય દ્વારા લેટરપેડ પર ઉચ્ચકક્ષાએ રજૂઆત કરાઈ છે.

વિસાવદરનાં વિરપુર(શેખવા) ગામેથી 25 જેટલા છાત્રો ખંભાળિયા ઓઝત ખાતે આવેલી હાઈસ્કુલમાં અભ્યાસ માટે અપડાઉન કરી રહ્યાં છે. અને શાળાનો સમય સવારનો હોવાથી વિરપુર ખાતેથી સવારે ઉપલેટા- ઊના રૂટની એકમાત્ર બસ શાળાનાં સમયે મળે છે. પરંતુ એસટી બસનાં ડ્રાઈવર અને કંડકટર છાત્રોને બસમાં ચઢવા દેવાતા નથી. અને છાત્રો બસમાં ચઢી જાય તો અશોભનીય વર્તન કરી ઉતારી દેવામાં આવે છે. એક બાજુ સરકાર છાત્રો માટે અનેક સુવિધા-સભર યોજના અમલમાં મૂકી રહી છે. તેમજ એસ.ટી. વિભાગે સલામત સવારી એસ.ટી. હમારી સૂત્ર આપેલ છે.

પરંતુ આ સૂત્રનું તેમના કર્મીઓજ અમલવારી નથી કરી રહ્યા. અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગાડવાનું કામ કરી રહ્યા છે. જ્યારે આ સમયે જ અન્ય એક બસ જુનાગઢ હસ્તગીરી રૂટની આવે છે. પરંતુ તે બસનો ખંભાળિયા (ઓજત) ખાતે સ્ટોપ ન હોવાને કારણે છાત્રો લાભ મેળવી શકતા નથી.

ત્યારે શાળાનાં આચાર્ય દ્વારા છાત્રોને મોડી આવવાનું કારણ પૂછતા છાત્રોએ એસટી બસનાં ડ્રાઈવર અને કંટકટર બસમાં ચઢવા નથી દેતા એ જણાવ્યું હતું. જેથી આચાર્યએ શાળાનાં લેટરપેડ પર જૂનાગઢ એસટી ડેપો મેનેજર તેમજ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે. તેમજ જૂનાગઢ- હસ્તગીરી રૂટની જે બસ આવે છે તેને ખંભાળિયા ખાતે સ્ટોપ આપવા જણાવ્યું છે. અને વધુમાં છાત્રોનું ભવિષ્ય ન બગડે એ માટે તાત્કાલીક બસનાં ડ્રાઈવર કંડકટર સામે કાર્યવાહી કરવા જણાવ્યું છે. - તસ્વીર. વિપુલ લાલાણી

અન્ય સમાચારો પણ છે...